જૂનાગઢનાં સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે બિરાજતા સિધ્ધેશ્વર મહાદેવ હાજરા હજુર

0

જૂનાગઢનાં જવાહર રોડ ઉપર આવેલા મુખ્ય સ્વામિનારાયણ મંદિર કે જે ભાવિકોની આસ્થાનું કેન્દ્ર છે અને ભગવાન સ્વામિ નારાયણનાં સ્વ હસ્તે પધરાવેલા સિધ્ધેશ્વર સહિતનાં દેવો ભકતોજનોની તમામ મનોકામના પૂર્ણ કરે છે અને આ મંદિરમાં દરેક ધાર્મિક તહેવારો, સેવાકીય કાર્યો, કથા-સંત્સગ, ધાર્મિક મહોત્સવો તેમજ શ્રાવણ માસ દરમ્યાન ભગવાન સિધ્ધેશ્વર મહાદેવને પૂજન, અર્ચન, અભિષેક સહિતનાં અનેક પ્રકારનાં ધાર્મિક કાર્યો ભાવ પૂર્વક કરવામાં આવેલ છે. અહીં આવનારા યાત્રીકો-ભાવિકો માટે ઉતારા તેમજ પ્રસાદ-ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. રાધારમણ દેવ ટેમ્પલ સમિતિનાં ચેરમેન પૂજય દેવનંદન સ્વામિજી, કોઠારી સ્વામિ શાસ્ત્રી પ્રેમસ્વરૂપદાસજી(નવાગઢ વાળા) તેમજ પીપી સ્વામિ સહિતનાં સંતો અને ટ્રસ્ટીગણ દ્વારા આ તમામ કાર્યોને સફળ બનાવવા માટે સતત જહેમત ઉઠાવી રહ્યા છે તેવા ભવ્ય મંદિરે વિકાસનાં કાર્યો પણ સાથે સાથે થઈ રહ્યા છે. પૂનમનું ખૂબ જ મહત્વ હોય, શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડતા હોય છે અને દુર-દુરથી ભાવિકો જયાં પરિવારજનો સાથે દર્શનાર્થે આવી રહ્યા છે તેવા સ્વામિનારાયણ મંદિર ખાતે સાક્ષસાત બિરાજી રહેલા સિધ્ધેશ્વર મહાદેવનાં મહિમા અંગે શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ અંકલેશ્વરનાં શાસ્ત્રી સ્વામિ જયસ્વરૂપદાસજી મહારાજ(મો.૮૭પ૮૧૦૦પ૦૧)એ આપેલી વિગતો અત્રે પ્રસ્તૃત કરવામાં આવી છે. તેઓએ આપેલી વિગતોમાં ભગવાન શિવ અને સિધ્ધેશ્વર મહાદેવની ભકિત કરનારા ભાવિકોની તાત્કાલીક મનોકામના પૂર્ણ થાય છે તેમ જણાવ્યું હતું. ભગવાન ભોળાનાથ, ત્રિલોકનાથ, ડમરૂધારી શિવ-સિધ્ધેશ્વર મહાદેવની પૂજા-અર્ચનનો અધિક માહાત્મ્ય ધરાવે છે. ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા માટે ભાવિકભકતો તેમનું અનેક પ્રકારે પૂજન-અર્ચન-અભિષેક કરે છે. દેવો કે દેવ મહાદેવ તુરંત જ પ્રસન્ન થતા દેવ હોવાથી તેઓની પૂજા-અર્ચના-મહાઅભિષેક કરી તેમની પ્રસન્નતા પ્રાપ્ત કરી આપણે સોૈ ધન્યતા અનુભવીએ છીએ. ભગવાન શંકર દરેક ભકતોની મનોકામનાં પૂર્ણ કરે છે. શિવપુરાણની કથાઓ કહે છે કે, બધા જ સોમવારનાં વ્રત કરવાથી આખા વર્ષનું પૂણ્ય પ્રાપ્ત થાય
છે.
સોમવારનાં વ્રતનાં દિવસે પ્રાતઃકાલે સ્નાનાદિક ધ્યાન ઉપરાંત શિવમંદિર અથવા ઘર ઉપર જ શ્રીગણેશની પૂજા સાથે શિજ-પાર્વતી અને નંદીની બિલીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે પ્રસાદનાં માટે પાણી, દુધ, દહીં, મધ, ઘી, ધુપ-દીપ, દક્ષિણા, સાકર, જનોઈ, ચંદન, બિલ્વપત્ર, ભાંગ-ધતુરો સાથે નંદી વૃષભને માટે ઘાસચારો અથવા તો લોટનો પીંડ બનાવી ભગવના પશુનાથની પૂજા કરવામાં આવે છે. રાત્રી સમયે ઘી અને કપુર સહિત ધુપ કરી આરતી કરતા શિવમહિમાસ્તોત્રગાન કરવામાં આવે છે. શ્રાવણ માસનાં લગભગ બધા જ સોમવારમાં આવી જ પ્રક્રિયા કરવામાં આવે છે. ટુંકમાં શ્રાવણ માસએ ભગવાન ભોળાનાથની પૂજા-અર્ચના કરીને ભગવાનની અનુકંપા પ્રાપ્ત કરવાનો માસ છે. ભગવાન શ્રી સહજાનંદ સ્વામિએ પણ શિક્ષાપત્રીમાં પોતાનાં આશ્રિતોને ભગવાન શિવજીનું પૂજન કરવાની આજ્ઞા કરી છે. ભગવાન શ્રી હરી કહે છે કે, પવિત્ર ચાર્તુમાસ અંતર્ગત આવતા શ્રાવણ માસ પરમાત્માને વિષે ખૂબ જ ભકિત, શ્રધ્ધા અને ઉપાસનાં પ્રેરિત કરનારો માસ છે. તેથી આ ભકિતમય માસમાં શ્રી મહાદેવનું પૂજન બિલ્વપત્રાદીકે કરીને અભિશય પ્રીતિપૂર્વક સર્વપ્રકારે પોતે કરવું અથવા બીજા પાસે કરાવવું. ભગવાન શ્રી સ્વામિનારાયણ પણ આ બ્રહ્માંડનાં સર્વ જીવોનાં મોક્ષ અને સુખ માટે વનમાં તપ કરીને વિચરણ કરી રહ્યા હતા. તે સમયે ભગવાન શિવજી અને મહાદેવી પાર્વતીજી ધોરતપશ્ચર્યા કરતા વર્ણીન્દ્ર ભગવાન માટે સાથવો લાવ્યા અને ભગવાનને પ્રેમથી સાથવો જમાડયો. ત્યારે નીલકંઠ પ્રભુ ખૂબ રાજી થયા અને એ વખતે એવું કહ્યું કે, અમે જયારે સોરઠની પાવન ધરા ઉપર ગરવા ગિરનારની ગોદમાં આવેલા ઐતિહાસિક જૂનાગઢની પવિત્ર ભૂમિ ઉપર મંદિર બંધાવીશું ત્યારે તમારી પ્રતિષ્ઠા કરીશું અને દરરોજ લાડવા જમાડીશું. સમયાંતરે મંદિરનું નિર્માણકાર્ય પૂર્ણ થયું અને સ્વયં પૂર્ણપુરૂષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણે નિજમંદિરમાં વિશ્વની સોૈપ્રથમ બેઠી મૂર્તિ એવી શ્રી સિધ્ધેશ્વર મહાદેવની, મૈયા પાર્વતીજી સાથે હજારો સંતો-ભકતોની ઉપસ્થિતિમાં ધામધૂમપૂર્વક પ્રતિષ્ઠા સાથે આરતી કરી અને શ્રી હરીજીએ દાદાને કહ્યું કે, તમારા શરણે આવેલા દરેક ભકતોનાં સર્વસંકલ્પો સિધ્ધ કરી કષ્ટ નિવારણ કરજાે.
આજેપણ સિધ્ધેશ્વર દાદાનાં પાવનકારી શ્રી ચરણોમાં કોઈ માથું ટેકાવે અને દિલથી પ્રાર્થના કરે તો તેનાં દુઃખ માત્ર દુર થઈ જાય અને મનોકામના પૂર્ણ થાય છે. આ વાત કાલ્પનિક નહી પરંતુ સત્યને સંપૂર્ણ સમર્થન કરનારી વાત છે. આ પ્રસંગની સાચી સફળતા મેળવવી હોય તો જૂનાગઢ શ્રી સિધ્ધેશ્વર દાદાનાં ચરણોમાં કોઈપણ માનતા રાખે તો તેની સઘળી ઈચ્છાઓ અને માનતા પરિપૂર્ણ થાય છે. જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં સિધ્ધેશ્વર દાદા હાજરાહજુર પ્રત્યક્ષ બિરાજમાન થઈને જગતનાં દરેક જીવોનાં કામ કરે છે. તેમાં શંકાને કોઈ સ્થાન નથી. તે નિર્વિવાદ વાત છે. સિધ્ધેશ્વર મહાદેવની અભિષેકની અક્ષુણ્ણ પરંપરા છેલ્લા ર૦૦ વર્ષથી શ્રીજીમહારાજનાં વખતથી ચાલી આવે છે. આજની તારીખમાં પણ દાદાનો દિવ્ય મહાઅભિષેક દુધ દ્વારા થાય છે. વિશાળ સંખ્યામાં ભાવિકભકતો અભિષેકનો અલભ્ય લ્હાવો લઈને પોતાની જાનતને ધન્ય માને છે. હું શાસ્ત્રી જયસ્વરૂપદાસ, મહાદેવ શ્રી સિધ્ધેશ્વર દાદામાં અપાર મહિમા અને શ્રધ્ધા ધરાવતા તમામ ધર્મપ્રેમી ભકતજનોને વર્તમાનપત્રકનાં માધ્યમથી અપીલ કરૂ છું કે, વર્ષમાં એકવખત દાદાનાં દર્શનની સાથે સાથે જાે શ્રધ્ધા-ભાવ અને આર્થિક પરિસ્થિતિ સારી હોય તો દાદાનાં અભિષેકનો અલભ્ય લ્હાવો લેજાે અને જીવનને ભાગ્યવંતુ બનાવજાે. આવો ભગવાન શંકરનો અદભુત અને અકલ્પનીય મહિમા છે. માર્ગમાં ચાલ્યા જતા હોય અને કોઈ શિવાલય આદિક જે દેવમંદિર આવે તેને જાેઈને નમસ્કાર કરવા અને આદરભાવ સાથે તે દેવનું દર્શન કરવું. ભગવાન શ્રી હરીની શિવજી પ્રત્યેની જે આદરભાવના છે તે સોૈથી શ્રેષ્ઠ છે. આપણે સોૈ એ વાતથી અવગત છીએ કે, ભગવાન શંકરના અનેક કલ્યાણકારી નામો પૈકી એક ભોળાનાથ પણ નામ છે. ભગવાન ભોળાનાથની કોઈ ભકત હૃદયનાં શુધ્ધભાવે ભકિત કે આરાધના કરે તો ભગવાન તુરંત પ્રસન્ન થઈને તે ભકતની સઘળી ઈચ્છાઓ પૂર્ણ કરે છે. એટલે જ તો આપણે સોૈ કોઈ શંકરને દેવો કે દેવ મહાદેવ એવા નામથી પુકારીએ છીએ અને અંતમાં સર્વે ઇચ્છાઓ સદા ફળે, જેને સિધ્ધેશ્વરની કૃપા મળે… શ્રાવણમાસ ભગવાન ભોળાનાથની કૃપા પ્રાપ્તિ માટે મહત્વનો ઉત્તમ માસ કહેવાય છે. તો ચાલો આપણે પણ શ્રાવણ માસમાં શિવજીની પૂજા કરી આપણા જીવનને ધન્ય બનાવીએ અને આપણું મન શિવજીનાં ચરણકમળોનાં રસનું મકરંદ બનીને પાન કરે એજ ભગવાનનાં ચરણોમાં પ્રાર્થના સાથે અસ્તુ…

error: Content is protected !!