અમદાવાદ સિવિલમાં કચ્છના ખમાબા જાડેજા અને જામનગરના શંકરભાઇ કટારાના અંગદાનથી પીડિત દર્દીઓનું જીવન બદલાયું

0

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રના બે બ્રેઇનડેડ દર્દીઓના અંગોના દાનથી ૬ પીડિત દર્દીઓનું જીવન બદલાયું છે. ૨૨ અને ૨૩મી ઓગસ્ટના રોજ બ્રેઇનડેડ થયેલ બે દર્દીઓના પરિવારજનોએ અંગદાનનો જનહિતલક્ષી ર્નિણય કરતા કુલ ચાર કિડની અને બે લીવરનું દાન મળ્યું છે. અંગદાનમાં મળેલી ચાર કિડની અને એક લીવરને અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની ઇન્સ્ટીટ્યુટમાં દાખલ દર્દીઓમાં સફળતાપૂર્ણ પ્રત્યારોપણ કરવામાં આવી છે. જ્યારે એક લીવરને સીમ્સ હોસ્પિટલમાં દાખલ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. અંગદાન શું હોય છે ? તેનું મહત્વ શું છે ? તે કેવી રીતે કરવામાં આવે છે તે તમામ વિગતોથી આજે પણ ઘણાંય લોકો અજાણ છે. આવું જ કંઇક હતું કચ્છના પશુપાલક જાડેજા પરિવારજનોના કિસ્સામાં. કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના રાયા ગામમાં ઘેટા-બકરા ચરાવતા અને પશુપાલન સાથે જાડાયેલ જાડેજા પરિવારના પુત્રો અંગદાન કે પ્રત્યારોપણ વિષે ક્યારેય સાંભળ્યું પણ ન હતું કે જાેયું પણ ન હતું. ૧૯મી ઓગસ્ટના રોજ જાડેજા પરિવારના ૫૦ વર્ષીય ખમાબા જાડેજા ઢળી પડતા માથાના ભાગમાં તેઓને ગંભીર ઇજાઓ થઇ હતી. સઘન સારવાર અર્થે જ્યારે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે તબીબોએ દિવસ-રાત અથાગ પરિશ્રમથી તેમનો જીવ બચાવવાના તમામ પ્રયત્નો હાથ ધર્યા. ૨૨મી ઓગસ્ટના રોજ તબીબો દ્વારા અંતે તેમને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા. બ્રેઇનડેડ જાહેર કરાયા ત્યારે તેમના પરિવારજનોને બ્રેઇનડેડ એટલે શું તે અંગેની કોઇપણ પ્રકારની જાણ ન હતી. ત્યારબાદ અંગદાન શું હોય છે અંગદાનનું મહત્વ શું છે તેનાથી પણ તેઓ અજાણ હતા. પશુપાલન કરીને જીવનનિર્વાહ કરતા જાડેજા પરિવારના પુત્રોને સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા અંગદાન અંગેની સવિસ્તૃત સમજ આપવામાં આવી. તેનું મહત્વ સમજાવવામાં આવ્યું. પરિવારજનોને એટલું તો ખબર પડી ગઇ કે આ એક દાન છે જેના થકી કોઇ વ્યક્તિને નવું જીવન મળે છે. આપણું સ્વજન તો આપણે ગુમાવી દીધું છે પરંતુ તેમના અંગો થકી કોઇક પરિવારના સ્વજનનો બચાવ થઇ શકતો હોય તો અંગદાન કેમ ન કરીએ. આ તમામ વિચાર સાથે પરિવારજનોએ અંગદાનનો હૃદયસ્પર્શી ર્નિણય કર્યો. જેના પરિણામે બે કિડની અને એક લીવરનું દાન મળતા ૩ દર્દીઓમાં આ અંગોને પ્રત્યારોપણ કરવામાં આવ્યા અને નવજીવન આપવમાં સફળતા મળી. સિવિલ હોસ્પિટલમાં ૨૩ મી ઓગસ્ટના રોજ પણ એક અંગદાન થયું જેમાં જામનગરના ૪૦ વર્ષીય શંકરભાઇ કટારાને પણ માથાના ભાગમાં ગંભીર પ્રકારની ઇજા થતા સઘન સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. જ્યાં તેઓ બ્રેઇનડેડ જાહેર થતા પરિવારજનોએ કરેલા અંગદાનના ર્નિણયથી બે કિડની અને એક લીવરનું દાન મળ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડો. રાકેશ જાેષી જણાવે છે કે, આજે રાજ્યના શહેરી વિસ્તાર ઉપરાંત દૂર-સૂદૂરના અંતરિયાળ વિસ્તારમાં રહેતા અને શિક્ષિત સાથે અશિક્ષિત વર્ગના સેવાભાવી લોકો પણ અંગદાનનું મહત્વ સમજીને આ સેવાયજ્ઞમાં જાેડાયા છે. પશુપાલનના વ્યવસાય સાથે જાેડાયેલા પરિવારને અંગદાનની સમજ આપતા અંગદાનનો કરેલો ત્વરિત ર્નિણય દર્શાવે છે કે જીવથી જીવ બચાવવાના યજ્ઞમાં લોકો સ્વૈચ્છાએ નિઃસ્વાર્થપણે જાેડાઇ રહ્યા છે. વધુમાં તેઓએ ઉમેર્યુ કે, સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ૨૦ મહિનામાં કુલ ૮૮ અંગદાન થયા છે. જેમાં કુલ ૨૭૭ અંગોનું દાન મળ્યું છે જેના થકી ૨૫૪ પીડિત વ્યક્તિઓને નવજીવન આપવામાં સફળતા મળી છે.

error: Content is protected !!