રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને સંયુક્ત મોરચા દ્વારા જૂનાગઢમાં ૩૦૦૦ કર્મચારીઓની જૂની પેન્શન યોજના સહિતના પડતર પ્રશ્નો માટે મહારેલી યોજાઇ

0

જૂની પેન્શન યોજના પૂર્નઃ લાગુ કરવા તથા અન્ય પડતર પ્રશ્નોની માંગ સાથે તમામ સરકારી કર્મચારીઓના હિતમાં રાષ્ટ્રીય સંયુક્ત મોરચો શૈક્ષિક મહાસંઘ જૂનાગઢ દ્વારા ત્રીજા તબક્કાનું આંદોલન જાહેર કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ૩૦૦૦ કર્મચારીઓની મહારેલી કાઢી અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. સરકાર દ્વારા જાે શિક્ષકો અને અન્ય કર્મચારીઓની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી તારીખ ૧૧ના રોજ ઝોન કક્ષાએ રેલીઓ કાઢી અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે. તેમજ ૧૭ તારીખના તમામ શિક્ષકો અને કર્મચારીઓ માસ સી.એલ. ઉપર ઉતરશે અને તારીખ ૨૨ના રોજ તમામ કર્મચારીઓ દ્વારા પેન ડાઉન કરવામાં આવશે અને તારીખ ૩૦થી તમામ કર્મચારીઓ ચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરશે. રાષ્ટ્રીય સંયુક્ત મોરચો અને શૈક્ષિક મહાસંઘ દ્વારા સરકારમાં અનેક વખત રજૂઆતો આવેદનપત્રો આપવામાં આવ્યા છે પરંતુ પરિણામ મળ્યું નથી. ત્યારે હવે ત્રીજા તબક્કાના આંદોલનનો પ્રારંભ કરવામાં આવ્યો છે જ્યાં સુધી સફળતા નહીં મળે ત્યાં સુધી આ આંદોલનાત્મક કાર્યક્રમો ચાલુ રહેશે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના ગુજરાતના પ્રાંત ઉપાધ્યક્ષ જીતુભાઈ ખુમાણ, સુરેશભાઈ ખુમાણ, જયદેવભાઈ શિશાંગીયા, રાકેશભાઈ પુરોહિત, સુધીરભાઈ ડોડીયા સહિતના પદાધિકારીઓ રેલીમાં જાેડાયા હતા.

error: Content is protected !!