પ્રજાકિય પ્રશ્નોએ કોંગ્રેસનું ૧૦મી સપ્ટેમ્બરે ગુજરાત બંધનું એલાન

0

આણંદ કોંગ્રેસનાં ધારાસભ્ય કાંતિ સોઢાનાં જન્મદિન નિમિતે ઉમા ભવન ખાતે આયોજીત આણંદ વિધાનસભાનાં કાર્યકરોનું એક સંમેલન મધ્ય ઝોન પ્રભારી ઉષા નાયડુની અધ્યક્ષતામાં યોજાયું હતું. આ પ્રસંગે કાર્યકરોને સંબોધતા મધ્ય ગુજરાતનાં ૮ જીલ્લાની ૪ર બેઠકોનાં પ્રભારી ઉષા નાયડુએ જણાવ્યું હતું કે, ર૦૧૭માં કોંગ્રેસ માત્ર ૧૦ જ બેઠકોને કારણે સત્તાથી વંચિત રહી જવા પામી હતી. ત્યારે જે માહોલ હતો તેનાં કરતા અત્યારે કોંગ્રેસ માટે સારો માહોલ છે. ખેડૂતો, વિદ્યાર્થીઓ, વેપારીઓ સહિત તમામ વર્ગ ભાજપ સરકારથી નારાજ છે. લોકો હવે પરિવર્તન ઈચ્છી રહ્યા છે, ત્યારે પ્રજાની આ આકાંક્ષાઓને સિધ્ધ કરવા માટે દરેક કાર્યકરે અત્યારથી જ ચૂંટણી લક્ષી કામગીરીમાં જાેડાઈ જવું જાેઈએ. તેમણે દરેક બુથ સુધી પહોંચીને વધુમાં વધુ મતદાન થાય તે માટે આહવાન કર્યું હતું. કોંગ્રેસ દ્વારા ૧૦મી સપ્ટેમ્બરનાં રોજ સાંકેતિક ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેમાં સવારનાં ૮ થી ૧ર સુધી લોકોને તેમનાં પ્રશ્નો અંગે વાચા આપવા માટે જાેડાવા હાકલ કરી
હતી.

error: Content is protected !!