જૂનાગઢમાં રઘુવંશી પરિવાર મિત્ર મંડળ દ્વારા આયોજીત હું છું રઘુવંશી રાસ રમઝટ-ર૦રર અંતર્ગત નવરાત્રિ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી

0

જૂનાગઢ શહેરમાં મધુવન પાર્ટી પ્લોટ ખાતે રઘુવંશી પરિવાર મિત્ર મંડળ દ્વારા યોજાયેલ હું છું રઘુવંશી રાસોત્સવનાં કાર્યક્રમને ભવ્ય સફળતા મળી છે અને જાણીતા સીંગરનાં સથવારે અને આધુનિક સીસ્ટમનાં સથવારે ખેલૈયાઓ દ્વારા રાસ-ગરબાની ભારે રમઝટ બોલી રહી છે. જૂનાગઢ સહિત સમગ્ર સોૈરાષ્ટ્રમાં નવરાત્રિ મહોત્સવની ભાવ પૂર્વક અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જૂનાગઢ શહેરમાં પણ નવરાત્રિ મહોત્સવ ઉમંગભેર ઉજવાય રહ્યો છે. જુદા-જુદા પાર્ટી પ્લોટમાં પણ વિવિધ જ્ઞાતિ-સમાજાે આયોજીત ભવ્ય નવરાત્રિનાં આયોજન થયા છે ત્યારે જલારામ મંદિર બાયપાસ પાસે આવેલ મધુવન પાર્ટી પ્લોટમાં રઘુવંશી પરિવાર મિત્ર મંડળ દ્વારા આયોજીત કરવામાં આવેલ હું છું રઘુવંશી રાસ રમઝટ-ર૦રરનાં રાસોત્સવને ભવ્યતિ ભવ્ય સફળતા મળી છે. નવરાત્રિની ચાર રાત્રી દરમ્યાન ખેલૈયાઓએ રાસ-ગરબાની રમઝટ બોલાવી છે. મધુવન પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા આ રસ રમઝટમાં એક લાખ વોટ ડીજીટલ લાઈટ એન્ડ સાઉન્ડ સીસ્ટમ ફીટ કરવામાં આવેલ છે. જાણીતા સીંગર માધવ સાંગાણી, રીધ્ધીબેન પોપટનાં મધુર કંઠે ગવાયેલા ગરબા ધુમ મચાવી રહ્યા છે. વિશાળ લાઈટ, સીસીટીવી અને સીટીંગની સાથે સુસજ્જ પાર્કિંગની પુરતી સુવિધા કરવામાં આવે છે. ત્યારે રઘુવંશી પરિવાર મિત્ર મંડળ દ્વારા આ ભવ્ય રાસોત્સવનાં આયોજનને ભારે સફળતા મળી રહી છે અને લોહાણા રઘુવંશી પરિવાર દ્વારા પણ વ્યાપક આવકાર મળી રહ્યો છે. હું છું રઘુવંશી રાસોત્સવને સફળ બનાવવા માટે રસીકભાઈ પોપટ, સંજયભાઈ પોપટ, માધવભાઈ વીઠલાણી, તેજસભાઈ ઉનડકટ, મુન્નાભાઈ કોટક, હિરેનભાઈ કારીયા, સંજયભાઈ મશરૂ, શ્યામભાઈ રાયચુરા, ગોવિંદભાઈ ઉનડકટ, વિપુલભાઈ આડતીયા, ભરતભાઈ સોઢા, મનીષભાઈ ચંદારાણા, જયશેભાઈ રૂપારેલીયા, રાજેશભાઈ ઠક્કર અને કેવલભાઈ અઢીયા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

error: Content is protected !!