જૂનાગઢમાં ફેસબુકમાં મુકાયેલી પોસ્ટ અંગે કોમેન્ટ કરવા બાબતે લોખંડનાં પાઈપ, લાકડાનાં ધોકા વડે હુમલો : ચાર સામે ફરિયાદ

0

જૂનાગઢ શહેરમાં ઝાંઝરડા ચોકડી, પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલી ખોડલધામ નવરાત્રિ મહોત્સવનાં પાસ લેવા માટે ગયેલ તે વખતે પાર્કિંગમાં બોલાવી અને ફેસબુકમાં મુકાયેલી પોસ્ટ અંગે કોમેન્ટ કેમ કરી ? તેમ કહી લોખંડનાં પાઈપ અને ધોકા વડે હુમલો કરી ઈજા કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવેલ છે. આ બનાવ અંગે જૂનાગઢ તાલુકા પોલીસે આપેલી વિગત, કેમ્બ્રીજ સ્કૂલ પાછળ, યમુના પાર્ક સોસાયટી, ખામધ્રોળ રોડ, જૂનાગઢ ખાતે રહેતા વત્સલભાઈ કીરીટભાઈ કાપડીયા(ઉ.વ.ર૭)એ અમીત ભુવા, કેતન ધડુક, રમેશ વઘાસીયા અને એક અજાણ્યા શખ્સ વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામનાં ફરિયાદી જૂનાગઢ ઝાંઝરડા ચોકડી પાર્ટી પ્લોટ ખોડલધામ નવારાત્રિ મહોત્સવમાં પાસ લેવા માટે ગયેલ તે દરમ્યાન આ કામનાં આરોપી અમિત ભુવાએ ફરિયાદીને પાર્કિંગમાં બોલાવી આરોપી અમિતે તથા કેતન તથા રમેશ તથા એક અજાણ્યો માણસને પાર્કિંગમાં આ કામનાં ફરિયાદીને કહેલ કે, ફેસબુકમાં રોહિત રાણપરીયાએ ખોડલધામમાં સાઉન્ડ અને સીંગર સારા નથી જે બાબત પોસ્ટ મુકેલ હતી. તેમાં તે કોમેન્ટ કેમ કરી હતી. તેમ કહીને આ ચારેય શખ્સ ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગી અને ફરિયાદીને આરોપી કેતન ધડુકે લોખંડનાં પાઈપ વડે ડાબા પગમાં ગોઠણથી નીચેના ભાગે લોખંડનો પાઈપ મારી તથા આરોપી અમીત તથા રમેશ તથા એક અજાણ્યો શખ્સ ફરિયાદીને શરીરે આડેધડ લાકડાનાં ધોકા વડે માર મારી ઈજા પહોંચાડી ફરિયાદીને સામાન્ય ઈજા પહોંચાડી તેમજ આરોપીઓએ ફરિયાદીને ટાંટીયા ભાંગી નાખવા જેવી મહવ્યથા કરવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાવવામાં આવી છે. આ બનાવની વધુ તપાસ એએસઆઈ પી.એસ. આત્રોલીયા ચલાવી રહ્યા છે.

જૂનાગઢ સિવીલ હોસ્પીટલમાં ઘાયલ યુવક ઉપર છરીથી હુમલો
જૂનાગઢમાં દોલતપરા કસ્તુરબાગ પાસે રહેતા અને ફર્નીચર બનાવવાનું કામ કરતા અભિષેક કિરીટભાઈ જેઠવા (ઉ.વ. રપ) તેમનાં વિસ્તારમાં ગરબી જાેવા ગયો હતો ત્યારે સોસાયટીનાં પુલ પાસે સલમાન નામના શખ્સે આવીને તેને પગનાં સાથળમાં છરીનો ઘા ઝીંકીનીને નાસી ગયો હતો. જેથી અભિષેકને સારવાર માટે સિવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો જયાં ફરી સલમાન હોસ્પીટલે આવી અભિષેકને કમરનાં ભાગે છરીનો ઘા ઝીંકીને ફરીયાદ કરીશ તો મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

error: Content is protected !!