ભવનાથમાં નવરાત્રી અંતર્ગત માં અંબાની આરતીનો કાર્યક્રમ શ્રદ્ધાપૂર્વક યોજાયો

0

ગરવા ગિરનાર ઉપર બિરાજમાન માં અંબાના સાનિધ્યેથી સાંસદ રાજેશભાઈ ચુડાસમા, મેયર ગીતાબેન પરમાર સહિતના મહાનુભાવો અને સાધુ-સંતો વર્ચ્યુલી મહાઆરતીમાં જાેડાયા હતા. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ ખાતેના જીએમડીસી મેદાનમાં આયોજિત વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ સહભાગી થતા માં અંબાની મહાઆરતીમાં જાેડાયા હતા. આ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ મહાઆરતીમાં જાેડાયા હતા. અમદાવાદ ખાતેની આ મહાઆરતીમા ગરવા ગિરનાર ઉપર બિરાજમાન માં અંબાના સાંનિધ્યેથી ગિરનાર તળેટી(ઉડન ખટોલા સ્ટેશન) ખાતેથી વર્ચ્યુઅલી સાધુ-સંતો, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, મેયર ગીતાબેન પરમાર સહિતના મહાનુભાવોએ આ મહાઆરતીમાં ભાગ લીધો હતો અને માં અંબાને માં અંબાની ભાવપૂર્વક વંદના કરી હતી. ઉલ્લેખીએ છે કે, રાજ્યના અન્ય શક્તિસ્થાનોથી પણ અમદાવાદ ખાતેની મહા આરતીમાં વર્ચ્યુઅલી જાેડાયા હતા. જૂનાગઢના સાધુ-સંતો પણ સહભાગી થયા હતા. આ પ્રસંગે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણા, શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા, નગરસેવક એભાભાઈ કટારા, આરતીબેન જાેશી, અગ્રણી મોહનભાઈ પરમાર, નિવાસી અધિક કલેકટર એલ.બી. બાંભણીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પી.જી. પટેલ, પ્રાંત અધિકારી ભૂમિબેન કેશવાલા સહિતના પદાધિકારી અધિકારી અને ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન મહાનગરપાલિકા જૂનાગઢ અને વહીવટી તંત્રના સંકલનથી કરવામાં આવ્યું હતું.

error: Content is protected !!