Monday, September 25

માંગરોળ મુસ્લિમ સમાજનાં આગેવાન હાસમભાઈ હમાલની ચીરવિદાય

0

માંગરોળ મુસ્લિમ સમાજના અગ્રણી અને સેવાભાવી આગેવાન હાજીહાસમ હમાલનું લાંબી માંદગી બાદ નિધન થતા સમગ્ર પંથકમાં ગમગીની છવાઇ ગઇ છે. હાસમભાઈ માંગરોળ ઘાંચી મુસ્લિમ સમાજના જનરલ સેક્રેટરી તરીકે બિરાજમાન હતા તેઓ માંગરોળ પાલિકામાં બે વખત સભ્ય તરીકે ચૂંટાયા હતા. તદુપરાંત તેઓ માંગરોળ બૈતુલમાલ ફંડના સભ્ય તરીકે પણ રહી ચૂક્યા છે તેઓ માછલાના મોટા વેપારી હતા. આ સાથે તેઓ માંગરોળ ફીશ એસોસીએશના પ્રમુખ તરીકે પંદર વર્ષ સુધી સેવા આપી હતી. માંગરોળના મચ્છીયારા મુસ્લિમ સમાજ સાથે એમનો અનેરો નાતો હતો. તેઓ દરેક બાબતમાં આખા બોલા અને બેબાક હતા. સમાજના લોકો માટે ઘણીવાર પ્રશાસન સાથે પણ ડાયરેક્ટ ઘર્ષણમાં ઉતરી જતા. છેલ્લા ઘણા સમયથી તેઓ બ્લડ કેન્સરથી પીડિત હતા. આવી ગંભીર બિમારીમાં પણ તેઓ છેલ્લે સુધી લોકોની વચ્ચે રહ્યા હતા. ગુરૂવારે રાત્રે તબિયત વધુ ગંભીર થતા મોડી રાત્રે દુઃખદ નિધન થયું હતું. શુક્રવારે સવારે તેમની દફનવિધીમા હજારો ચાહકો આસુભેર તેમના મૈયતમાં જાેડાયા હતા.

error: Content is protected !!