સાતમું નોરતું માતા કાલરાત્રીનું પૂજન. માતાજી નવદુર્ગાની સાતમી શક્તિ એટલે કાલરાત્રી. માતાજીના શરીરનો રંગ કાળો છે અંધકારમય છે. માતાના વાળ વિખરેલા છે. ગળામાં વીજળીની માળા પહેરેલી છે તે એકદમ ચમકે છે. માતાજીના શ્વાસથી અગ્નિ ઉત્પન્ન થાય છે અને ભયંકર જવાળાઓ નીકળી રહેલી છે. વાહન ગધેડાનું છે. માતાજીના ચાર હાથમાં જમણા હાથોમાં વરદાનની મુદ્રા છે તથા આશીર્વાદ માતાજી આપે છે, ડાબા હાથમાં લોઢાના કાટાળુ છે તથા ઉપલા હાથમાં ખડગ છે એટલે કે કટાર છે. માતાજીનું સ્વરૂપ એકદમ ભયાનક છે. તો પણ માતાજી ભક્તોને શુભફળ આપવાવાળા છે. માતાજી કાલરાત્રીની ઉપાસના કરવાથી બધી જ પ્રકારની સિધ્ધિ પ્રાપ્ત થાય છે અને બધા જ પાપો અને વિઘ્નો દૂર થાય છે. માતાજી કાલરાત્રી દુષ્ટોનો વિનાશ કરે છે. કાલરાત્રી માતાજીની ઉપાસનાથી ગ્રહબાધા દૂર થાય છે. માતાજીનું ધ્યાન પૂજા કરવી જાેઈએ. કાલરાત્રી માતાજીની ઉપાસનાનો મંત્ર ‘ઓમ હ્રીં શ્રીં કલીં દુર્ગાતી નાશિન્ય સ્વાહા’ નૈવેદ્ય : માતાજીને ગોળની બનાવેલી વાનગીનું નૈવેદ્ય ધરાવાથી ગ્રહપીડા દૂર થાય છે.