આઠમી નેશનલ રાફ્ટીંગ ચેમ્પિયનશીપમાં રાજકોટની ટીમનું શાનદાર પ્રદર્શન

0

રાષ્ટ્રીય ખેલના પ્રારંભથી ગુજરાતનો માહોલ રમતમય બની રહ્યો છે. રાજકોટમાં પણ આ ખેલ મહોત્સવને લઈને ઉત્સાહ વર્તાઈ રહ્યો છે, ત્યારે આઠમી નેશનલ રાફ્ટિંગ ચેમ્પિયનશીપની વિવિધ ઈવેન્ટસમાં શાનદાર પ્રદર્શન કરનારી ટીમ રાજકોટમાં આવી ચૂકી છે. આ ટીમે રાજકોટ મહાનગર પાલિકાના મેયર પ્રદીપ ડવ તેમજ મ્યુનિસિપલ કમિશ્નર અમિત અરોરાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મેયર તથા કમિશ્નરએ સ્મૃતિ ચિહ્ન આપી ટીમને સન્માનિત કરી હતી. નોંધનીય છે કે, આઠમી રાષ્ટ્રીય રાફ્ટિંગ કોમ્પિટિશન ૨૧ થી ૨૩ સપ્ટેમ્બર દરમ્યાન કુલ્લુ-મનાલીના પીરડીમાં બિયાસ નદી ઉપર થઈ હતી. જેમાં ૧૯૬૫ પછી પહેલીવાર ગુજરાતની પુરૂષ તથા મહિલાઓની ટીમે ભાગ લીધો હતો. રાફ્ટિંગની આ એડવાન્સ રમતમાં ટીમ ગુજરાતના તમામ ખેલાડીઓ રાજકોટના હતા. પુરૂષોની ટીમમાં સિદ્ધરાજસિંહ સોલંકી, ભરત કામલિયા, પરિક્ષિત કલોલા, સાહિલ લખવા, પ્રિયાંશ દવે, વિવેક ટાંક, હિરેન રાતડિયાએ ભાગ લીધો હતો. જ્યારે મહિલાઓની ટીમમાં કુમારી મૈત્રી જાેશી, પ્રિશા ટાંક, બાંસુરી મકવાણા, ડો. ઋત્વા સોલંકી, જીનલ પિત્રોડા, ભગવતી જાેશીએ ભાગ લીધો હતો. આ ટીમ ચેમ્પિયનશીપની કુલ નવ ઈવેન્ટમાં ભાગ લીધો હતો. જેમાં સ્લોલેમ ઈવેન્ટમાં મહિલા ટીમે ચોથો ક્રમ મેળવ્યો હતો. જ્યારે મહિલા-પુરૂષ સંયુક્ત સ્પર્ધામાં આ ટીમ છઠ્ઠા ક્રમે રહી હતી. પુરૂષોની સ્પર્ધામાં ગુજરાતની પહેલીવાર રમનારી ટીમે પંજાબની અનુભવી ટીમને હરાવીને આશ્ચર્ય સર્જ્‌યું હતું. પુરૂષ ટીમના કેપ્ટન સિદ્ધરાજસિંહ સોલંકી તેમજ મહિલા ટીમના કેપ્ટન મૈત્રી જાેશીએ સાહસ અને કુનેહ દ્વારા ક્વોલિફાય સમયમાં મેરેથોન પૂરી કરી હતી. રાજકોટ ક્યાક કેનોય એસોસિએશનના પ્રમુખ ડો. નીલા મોહિલે તથા ડો. અલકા જાેશી, સેક્રેટરી અને કોચ બંકિમ જાેશી દ્વારા આ તમામ ખેલાડીઓને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.

error: Content is protected !!