૩૬મી નેશનલ ગેમ્સની શુટીંગ સ્પર્ધામાં ગુજરાતને મળ્યો ગોલ્ડ

0

અમદાવાદ ખાતે રમાઈ રહેલી ૩૬મી નેશનલ ગેમ્સમાં શુટીંગ સ્પર્ધામાં મિલિટરી એન્ડ રાઇફલ ટ્રેનિંગ એસોસિયેશન ખાતે ૧૦ મીટર એર રાઇફલ સ્પર્ધામાં મહિલા વિભાગમાં ૨૩ વર્ષિય ઇલાવેનિલ વાલારિવાનએ ગોલ્ડ મેડલ જીતીને ગુજરાતને ગૌરવ અપાવ્યું હતું. ૧૦ મીટર રેન્જની એર રાઇફલ સ્પર્ધાની ફાઈનલ સ્પર્ધા યોજાઇ હતી જેમાં તેણીએ ઉત્કૃષ્ટ દેખાવ કરી ગોલ્ડ મેળવ્યો હતો. આ પહેલા મહિલા ટીમના ક્વાલીફાઇગ રાઉંડમાં કુલ ૧૬ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં કર્ણાટક, ઓરિસ્સા, હરિયાણા, ગુજરાત, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની ખેલાડીઓએ ૮ ખેલાડીમાં પોતાનું સ્થાન મેળવી ફાઇનલ માટે કવોલીફાઇ કર્યુ હતું. જેમાં કર્ણાટકની તિલ્લોત્તમાએ જુનિયર વર્લ્ડ રેકોર્ડ તોડી શૂટિંગની ક્વોલીફાઇ ઇવેંટમાં પ્રથમ હરોળમાં સ્થાન મેળવ્યું હતું.

error: Content is protected !!