જૂનાગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં શાનદાર સ્વાગત માટે તડામાર તૈયારી

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.૧૯મીનાં રોજ જૂનાગઢનાં મહેમાન બની રહ્યા હોય ત્યારે વડાપ્રધાનનાં આગામનને વધાવવા તડામાર તૈયારીઓનો દોર શરૂ થયો છે અને આ સાથે સંભવિત વિકાસ કામોનાં ખાતમુર્હુત તેમજ લોકાર્પણ સહિતનાં કાર્યક્રમો માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ હોવાનું મનાઈ છે. આ સાથે જ જીલ્લા વહિવટી તંત્ર દ્વારા બેઠકોનો દોર ચાલી રહ્યો છે અને તડામાર તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને આ ચૂંટણીનો જંગ જીતવા માટે રાજકિય પક્ષો તડામાર તૈયારી કરી રહ્યા છે અને જુદી-જુદી યાત્રાઓ પણ યોજવામાં આવી રહી છે. કોંગ્રેસ, ભાજપ, આપ સહિતનાં રાજકિય પક્ષો દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. આ વખતે ચૂંટણીમાં શેનું-શેનું ગ્રહણ લાગશે તે બાબતને પણ ગંભીરતાથી રાજકિય નિષ્ણાંતો મુલવી રહ્યા છે. દરમ્યાન એક તરફ રાજકિય પક્ષોનાં વરિષ્ઠ નેતાઓનાં પ્રવાસ કાર્યક્રમો તેમજ જુદી-જુદી યાત્રાઓ અને આ સાથે જ દીપાવલી અને નૂતન વર્ષનાં તહેવારો પણ નજીક આવી રહ્યા છે ત્યારે જનસમુદાય આ દરેક કાર્યક્રમમાં જાેડાઈ રહ્યો છે. ખાસ કરીને જૂનાગઢ શહેર અને જીલ્લાની વાત કરીએ તો આગામી દીપાવલી અને નૂતન વર્ષનાં તહેવારો પુરા થતા જ દેવ દીવાળીનાં દિવસથી જ ગિરનારની લીલી પરિક્રમા શરૂ થવાની હોય અને તે અંગે પણ આયોજનો થઈ રહ્યા છે. દરમ્યાન હાલ તો જૂનાગઢ જીલ્લા કલેકટરની અધ્યક્ષતામાં વહિવટી વિભાગનાં અધિકારીઓની બેઠક સતત જારી કરવામાં આવી રહી છે અને તહેવારો, પરિક્રમા સહિતનાં કાર્યક્રમો માટે આયોજનો કરવામાં આવી રહ્યા છે. આ બધા જ કાર્યક્રમોની વચ્ચે ટોપ પ્રાયોરીટી જેને આપવામાં આવી રહી છે અને જે અંગેની તૈયારી કરવામાં આવી રહી છે તેમાં ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૧૯ તારીખે જૂનાગઢનાં મહેમાન બની રહ્યા છે ત્યારે તે અંગેની તડામાર તૈયારીને ઓપ આપવામાં આવી રહી છે. વડાપ્રધાનની જૂનાગઢની આ મુલાકાત ઉપર સંભવિત તમામની મીટ મંડાઈ રહી છે.

error: Content is protected !!