સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં ફ્રુડ શાખાનું ચેકિંગ

0

મેઈન બજાર સહિત મંદિર પાસે મીઠાઈ તેમજ પેંડાનો પ્રસાદ વેંચતા દુકાનોમાં ચેકીંગ કરાયું : સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં ફ્રુડ શાખનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું

જેમાં મેઈન બજાર સહિત મંદિર પાસે મીઠાઈ તેમજ પેંડાનો પ્રસાદ વેંચતા દુકાનોમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. ફ્રુડ વિભાગના અધિકારીઓ દ્વારા પેંડા સહિતની મીઠાઈઓ કે જે વિરપુર પૂજ્ય જલારામ બાપાના દર્શન કરવા માટે આવતા લાખો યાત્રાળુઓ પ્રસાદ માટે ખરીદી કરતા હોય છે જેમને લઈને પેંડા સહિતની પ્રસાદના સેમ્પલ લેવામાં આવ્યા હતા. ઉલ્લેખનિય છે કે, યાત્રાધામ વીરપુરમાં પૂજ્ય જલારામ બાપાની જન્મ જયંતિ આગામી ૩૧ ઓક્ટોબરે હોવાથી તે પહેલા ફ્રુડ શાખાના ચેકીંગથી પેંડા પ્રસાદ તેમજ મીઠાઓની દુકાનદારોમાં ફફડાટ ફેલાયો હતો જ્યારે પ્રસાદ માટે પેંડા વેંચતા દુકાનદારો ફટાફટ દુકાનો બંધ કરીને જતા રહ્યા હતા, ફ્રુડ શાખના અધિકારીઓએ જણાવ્યું હતું કે સેમ્પલના રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી દિવસોમાં દીવાળીના તહેવારોના દિવસોમાં તેમજ પૂજ્ય જલારામ બાપાની ૨૨૩મી જન્મ જયંતિ આવી રહી હોય ત્યારે યાત્રાધામ વીરપુરમાં લાખો યાત્રાળુઓ વીરપુર આવતા હોય છે જેમને લઈને હજુ પણ બજારોમાં પ્રસાદ માટે વેચાતા પેંડા સહિતની મીઠાઈઓના ફ્રુડ વિભાગના ચેકિંગની પ્રસનીય કામગીરી કરવામાં આવે અને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા મીઠાઈના વેપારીઓ ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી યાત્રાળુઓ તેમજ લોકોમાં માંગ ઉઠવા પામી છે.

error: Content is protected !!