૨૫ દેશના રક્ષાપ્રધાન અને ૭૦ દેશના સભ્યો ગાંધીનગર આવશે

0

ડિફેન્સ એકસ્પોમાં ૧.૨૫ લાખ કરોડનું રોકાણ, ૪૦૦થી વધુ MOU થવાની શક્યતા

મહાત્મા મંદિરમાં ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા શરૂ થઈ રહેલા ડિફેન્સ એક્સ્પો-૨૦૨૨નું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૯મી ઓક્ટોબરને બુધવારે ઉદઘાટન કરશે. તે પહેલા અહીના હેલિપેટ ગ્રાઉન્ડ નજીક આવેલા એક્ઝિબિશન સેન્ટરમાં ભારતમાં ડિફેન્સ ક્ષેત્રની ૧૩૦૦ કંપનીના પાંચ દિવસિય એક્ઝિબિશનને ખુલ્લું મુકશે. ડિફેન્સ એક્સ્પો- ૨૦૨૨માં ભાગ લેવા માટે ૭૦ દેશોના ડેલિગેટ્‌સ અને ૨૫થી વધુ દેશોમાંથી સંરક્ષણ મંત્રીઓ ગુજરાત આવી રહ્યા છે. ગાંધીનગરમાં બે સ્થળે, અમદાવાદના રિવરફ્રન્ટ અને પોરબંદર નેવી પોર્ટ એમ ગુજરાતમાં ત્રણ સ્થળે યોજનાર ડિફેન્સ એક્સ્પો ભારતમાં અત્યાર સુધીનો સૌથી મોટુ આયોજન છે. જેનાથી દેશમાં આ ક્ષેત્રે રૂપિયા ૧.૨૫ લાખ કરોડથી વધુના રોકાણ માટે ૪૦૦થી વધુ ખઘઞ થવાની અપેક્ષા છે. એમ ભારતના સંરક્ષણ સચિવ ડો. અજયકુમારે જણાવ્યું હતું. છેલ્લે ચેન્નઈ ખાતે વર્ષ ૨૦૧૮માં એક્સ્પોનું આયોજન થયું ત્યારે તેમાં ૧,૦૨૮ કંપનીઓએ ભાગ લીધો હતો. આ વખતે ૧,૩૨૦ કંપનીઓ જાેડાઈ છે. આ વખતે ત્રણ બાબતોને પ્રમુખ સ્થાને રાખીને આયોજન થયું છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા તૈયાર થયેલા સ્વદેશી ડિઝાઈનના એરક્રાફ્ટ પ્રથમ વખત પ્રદર્શિત કરવામાં આવશે. અહીના ડીસામાં નવા વિકસિત એરબેઝનું વર્ચ્યુઅલ રીતે ઉદ્દઘાટન પણ કરવામાં આવનાર છે. મહાત્મા મંદિરમાં ૨૨ ઓક્ટોબર સુધી યોજનારા એક્સ્પોમાં ભારત અને આફ્રિકા વચ્ચે વિવિધ વિષયો ઉપર ચર્ચાસત્રોનું પણ આયોજન કરવામા આવ્યુ છે. ભારતના સરંક્ષણ ઉત્પાદન મંત્રાલયના અધિક સચિવ સંજય જાજુએ કહ્યું કે, આ સેમિનાર દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની ઉપસ્થિતિમાં યોજાશે. એક્સ્પો દરમ્યાન હિંદ મહાસાગર ક્ષેત્ર પ્લસના ૪૦ દેશો માટે પણ કોન્કલેવનું આયોજન કરાયું છે. તદ્‌ઉપરાંત અમદાવાદ રિવરફ્રન્ટ ઉપર ક્રાફ્ટ શો અને પોરબંદર ખાતે નવીની શીપનું પ્રદર્શન પણ યોજનારા છે.

error: Content is protected !!