ગીરગઢડા ૧૦૮ દ્વારા કટોકટીની સ્થિતીમાં એમ્બ્યુલન્સમાં જ નોર્મલ પ્રસૂતિ કરાવવામાં આવી

0

ગિર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના સિમાસી ગામે એક પરપ્રાંતિય સગર્ભા મહિલા હીરલ બેન રામભાઇ ભાલીયાને પ્રસૂતિનો દુઃખાઓ થતા ગીરગઢડા ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન આવેલો ફરજ ઉપરના હાજર કર્મચારી ઈએમટી હંસાબેન અને પાયલોટ રાજુભાઇ ગરચર ઘટના સ્થળે પહોંચેલ અને અચાનક તે મહિલાને દુઃખાઓ વધવાથી હોસ્પિટલ લઈ જતા સમયે એમ્બ્યુલન્સમાંજ રસ્તા ઉપર જ ડિલિવરી કરવાની ફરજ પડી હતી ૧૦૮ના ઈએમટી.ની આવડત અને ૧૦૮ હેડ ઓફિસના ડોક્ટરની સલાહ મુજબ માતા અને બાળકનો જીવ બચાવવામાં આવ્યો હતો અને બંનેને ડોળાસા સરકારી હોસ્પિટલ મુકવામા આવ્યા હતા.

error: Content is protected !!