વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવને આંગણે રામ મંદિર કલા ઓડીટેરીયમમાં ભારતની મીનીસ્ટ્રી ઓફ કલ્ચર વિભાગ તરફથી ભારતનાં બાર જયોર્તિલીંગનાં દિવ્ય પ્રાગટય-અવતરણ અને કથાનક આધારીત નૃત્ય વંદના પ્રસ્તુત કરાઈ હતી. જેમાં ૧પ જેટલા નૃત્યનાં પારંગત નિપૂણ કલાકારોએ પોતાની કલા ભકિત પ્રસ્તુત કરી એટલું જ નહી આ જયોર્તિલીંગો જયાં જયાં આવેલા છે તેને સ્ક્રીન ઉપર દર્શાવી તે પ્રદેશોનાં નૃત્યનો કથાભાવ ઉપસાવવામાં આવ્યો છે. જેવા કે કુચપુડી, મહિપુરી, ભારત નાટયમ, કથક ઓડીસી, કાઉ, વેસ્ટર્ન બેલે, બંગલા, ગુજરાતી નૃત્ય સમયે ચહેરા-અંગ મરોડ, હાથ, આંખનાં ભાવમુદ્રા તે પ્રાચીન કાળનાં યુગને કલાથી જવંત કરી તમામ જયોર્તિલીંગની કથા દર્શાવી કલારસીકો અને શિવભકતોને મંત્રમુગ્ધ કર્યા હતાં.
સોમનાથથી પ્રારંભ થયેલ આ કલાયાત્રા હવે ઉજજૈન મહાકાલેશ્વર પહોંચશે. આમ ભારતનાં તમામ જયોર્તિલીંગ સ્થળોએ ક્રમવાર પ્રસ્તુતી ભારત સરકારનાં નેશનલ કલ્ચર ફંડ સહયોગથી થયું છે. સોમના ટ્રસ્ટનાં જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ આ કલાભિષેકને સોમનાથ અને દેશનો ગૌરવ પ્રસંગ ગણાવ્યો હતો. ગીર સોમનાથ જીલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલેએ નૃત્યો નિહાળ્યા બાદ જણાવ્યું કે સામાન્ય રીતે કલાસીકલ નૃત્ય બોરીંગ હોય છે. પરંતુ આ કલાકારોએ એટલી ઉત્કૃષ્ટ કલા પીરસી જે જુની માન્યતાને બદલી નાખી વારંવાર આ નૃત્ય નિહાળવું ગમશે. અને મારી જીંદગીમાં આવું સુંદર દ્રશ્યાંકન, લાઈટ ઈફેકટ, મજબુત કથાનક પ્રસ્તૃતિ ન સાંભળી છે કે ન જાેઈ છે. સુનયના સાંસ્કૃતિક સંસ્થાના ફાઉન્ડર પ્રેસીડન્ટ ગુરૂ કનકા સુધાકરે જણાવ્યું કે આ રાષ્ટ્રીય એકતા કરવાનો પ્રયાસ છે. આ સંસ્થા દિલ્હીમાં કામ કરે છે. અને આમાનાં નૃત્યો શિવપુરાણ આધારીત બાર જયોર્તિલીંગ સ્થાપના, પ્રાગટય, અવતરણનાં મુળ સ્વરૂપને જાળવી કલા માધ્યમથી સંગીત, પૂર્વ ધ્વનિ કથા, કથા થીમ સ્ક્રીન ઉપર ઉપરાંત લાઈટીંગ સહિત સુંદર કામગીરી કરવામાં આવી છે.