દ્વારકા મહાઅભિવાદન સમારોહમાં સ્વામી સદાનંદ સરસ્વતીજીને શુભેચ્છા આપતા પૂ. ઈન્દ્રભારતીબાપુ

0

અનંતશ્રી વિભુષિત દ્વારકા શારદાપીઠાધીશ્વર જગતગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજનાં પશ્ચિમામ્નાય શારદાપીઠ દ્વારકાનાં ૭૯માં શંકરાચાર્ય પદ ઉપર પ્રતિષ્ઠીત થવાનાં ઉપલક્ષમાં ગઈકાલે શ્રી શંકરાચાર્ય પીઠાધિરોહણ તથા મહાઅભિવાદન સમારોહ બપોરે ૩ થી સાંજનાં ૭ કલાક સુધી ગોમતીઘાટ દ્વારકા ખાતે સંતો મહંતોની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં જૂનાગઢ શ્રી રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમનાં શ્રી મહંત અને શ્રી પંચદશનામ જુના અખાડાનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગિરનાર સંત મંડળનાં અધ્યક્ષ પૂ. ઈન્દ્રભારતીબાપુએ ઉપસ્થિત રહી સ્વામી સદાનંદ સરસ્વતીજીને શુભેચ્છા પાઠવી હતી.

error: Content is protected !!