જૂનાગઢમાં લાકડી વડે હુમલો, અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ફરિયાદ

0

જૂનાગઢમાં ફ્રુટની લારી ધારકને અજાણ્યા શખ્સે લાકડી વડે હુમલો કરી માર માર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. આ બનાવ અંગે બી ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર, અફઝલભાઈ યુસુફભાઈ જુણેજા(ઉ.વ.ર૩) રહે.સુખનાથ ચોક, નરસિંહ મહેતાનાં ચોરા પાસે, પીસોરી વાડા, શેરી નં-ર વાળાએ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, કોઈ અજાણ્યા મોટરસાઈકલ લઈને આવેલ ઈસમે ગાંધીચોક ખાતે આવેલ ફરિયાદીની ફ્રુટની લારી ઉપર ફ્રુટની ખરીદી કરવા આવી અને ખરીદી કરતા હતા તે દરમ્યાન ફ્રુટ નીચે પડતા હોય જેથી ફરિયાદી અફઝલભાઈએ અજાણ્યા ઈસમને ફ્રુટ નીચે પડવા દેવાની ના પાડતા તે એકદમ ઉશ્કેરાઈ ગયેલ અને તેમની પાસે રહેલ લાકડી ફરિયાદીનાં ડાબા હાથનાં કોણીનાં ભાગે ત્રણ-ચાર ઘા મારી ફ્રેકચર જેવી ઈજાઓ કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા બી ડીવીઝન પોલીસે અજાણ્યા ઈસમ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ટીંબાવાડી બાયપાસ ઉપર ટ્રકે ઠોકર મારતા ઈજા પહોંચાડી
જૂનાગઢનાં ટીંબાવાડી બાયપાસ ઉપર આલ્ફા ઈન્ટેરનેશનલ સ્કૂલ નજીક એક ટ્રકે ઠોકર મારતા ઈજા પહોંચાડયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે નેહાબેન મિલનભાઈ ઠાકર(ઉ.વ.૩ર) રહે.બંસી પેલેસ વાળાએ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામનાં આરોપીએ પોતાનાં હવાલાનો ટ્રક પુરઝડપે ચલાવી અને નંબર જીજે-૧૧-ટીટી-પ૬૭૦ વાળી સ્કૂલ બસને પાછળનાં ભાગેથી હડફેટે લઈ ઠોકર મારતા બસની આગળ ઉભેલ રીક્ષા નંબર જીજે-૧૧-ટીટી-૧૯પપ વાળાની તેમજ રીક્ષાની બાજુમાં ઉભેલ ફરિયાદી નેહાબેન તથા તેની દીકરી કેશવા(ઉ.વ.૧)ને સ્કૂલ બસની ઠોકર લાગતા બંનેને ઈજાઓ પહોંચી છે અને આ કામનો આરોપી ટ્રક ચાલક નાસી છુટયો હોય તેનાં વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવતા સી ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

માંગરોળમાં મોટરસાઈકલે હડફેટે લેતા વૃધ્ધનું ગંભીર ઈજાથી સારવાર દરમ્યાન મૃત્યું
માંગરોળ કામનાથ રોડ ઉપર રહેતા મહમદ હનીફ ઈબ્રાહીમ પીર(ઉ.વ.૩૯)એ મોટરસાઈકલ નંબર જીજે-૧૧-ડીડી-ર૧ર૩નાં ચાલક વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીનાં પિતા ઈબ્રાહીમ હુસેન પીર(ઉ.વ.૭૪) જે અબુદરદા મદ્રેસામાં નમાઝ પઢવા ચાલીને ગયેલ હોય ત્યારે આ મોટરસાઈકલ ચાલકે પોતાનું મોટરસાઈકલ પુરઝડપે ચલાવી અને ફરિયાદીનાં પિતાને હડફેટે લેતા તેને શરીરે નાના-મોટી તેમજ ગંભીર ઈજા પહોંચાડતા તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ જયાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યું થયું છે. અકસ્માત સર્જનાર મોટરસાઈકલ વિરૂધ્ધ ફરિયાદ નોંધવામાં આવેલ છે. આ બનાવ તા.૧૧-૧૦-ર૦રર કલાક ર૦નાં અરસામાં બન્યો હોય જે અંગેની ફરિયાદને પગલે માંગરોળ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!