તાલાલાના ઘાવામાં ફુલ જેવી બાળકીને મોતને ઘાટ ઉતારનાર પીશાવી પિતાના સંપર્કમાં રહેલા સુરતના બે તાંત્રિકોને રાઉન્ડ અપ કરતી ક્રાઈમ બ્રાન્ચ : સઘન તપાસ

0

પોલીસ તપાસમાં આરોપી પિતાના અન્ય પરીવારજનો પણ શંકાના પરીઘમાં આવી રહ્યા હોવાથી પૂછપરછનો દોર લંબાશે : તપાસમાં જાેડાયેલ હ્લજીન્ની ટીમએ ઘટનાસ્થળેથી એકત્ર કર્યા અમુક પુરાવાઓ જેનું પરીક્ષણ અને ડ્ઢદ્ગછ એનાલીસીસ કરાવાશે

ગીર-સોમનાથ જિલ્લાના તાલાલાના ઘાવા ગીર ગામની ૧૪ વર્ષીય ફુલ જેવી દિકરીને પાશવી પિતાએ વળગાડ ઉતારવા તાંત્રિકવિધીના બહાને અમાનુષી અત્યાચાર ગુજારી મોતને ઘાટ ઉતારવાના મામલે પોલીસ તપાસમાં સુરતના બે તાંત્રિક શંકાના દાયરામાં આવતા રાઉન્ડ અપ કરી હાલ બંનેને તાલાલા લાવી પોલીસે પુછપરછ હાથ ધરી છે. આ ઉપરાંત આરોપી શેતાન પિતા ભાવેશ અકબરીની સુરત રહેતી બહેનની પૂછપરછ પણ કરી રહી છે. આ ઉપરાંત આરોપીની નજીકના તથા અન્ય પરીવારજનો પણ શંકાના દાયરામાં આવી રહ્યા હોવાથી તેઓની પુછપરછ કરવામાં આવનાર હોવાનું જાણવા મળેલ છે. સર્વ સમાજની હચમચાવતી ઘાવા ગીર ગામની ૧૪ વર્ષીય ફૂલ જેવી દિકરી ધૈર્યાને વળગાડ હોવાની શંકાને લઈ તે ઉતારવા માટે તેના પિતા ભાવેશ અકબરી અને મોટા બાપુજી દિલીપ અકબરીએ પોતાની વાડીએ તાંત્રિક વિધીના બહાને સાત દિવસ સુધી ફૂલ જેવી બાળકીને માર મારી ખાવા-પીવાનું ન આપી અમાનુષી અત્યાચાર ગુજારી મોતને ઘાટ ઉતારી હતી. બાદમાં આ હત્યાનું કારણ બહાર ન આવે તે માટે ચેપીરોગના બહાને બારોબર બાળકીની અંતિમવિધિ પણ કરી નાંખી હતી. આ સમગ્ર ઘટનાનો પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયા બાદ આરોપી પિતા અને તેના ભાઈને ઝડપી લેવાયા હતા. જાેકે, આવું કાળજું કંપનાવનારૂ કૃત્ય કરવા પાછળ શું ઈરાદો હતો અને આ ઘટનામાં અન્ય કોણ સંડોવાયેલા છે કે કેમ ? તે જાણવા પોલીસ તપાસ કરી રહી હતી. જેમાં પોલીસના શંકાના દાયરામાં આરોપી શેતાન પિતા ભાવેશ અકબરીની આસપાસના લોકો અને અમુક પરીવારજનો આવ્યા હતા. દરમ્યાન સુરતના તાંત્રિકોના સંપર્કમાં હત્યારો શેતાન પિતા ભાવેશ અકબરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવતા ક્રાઈમ બ્રાન્ચની ટીમ સુરત પહોંચી હતી. ત્યાંથી ક્રાઈમ બ્રાન્ચની ટીમએ શંકાના દાયરામાં આવેલા બે તાંત્રિકોને રાઉન્ડ અપ કરી અત્રે તાલાલા લાવી સઘન પુછપરછ હાથ ધરી છે. આ ઉપરાંત આરોપી ભાવેશ અકબરીની સુરત રહેતી બહેન સહિતના લોકોની પણ પોલીસ પૂછપરછ કરી રહી છે. આ ઉપરાંત આરોપી પિતાના અન્ય પરીવારજનો પણ પોલીસના શંકાના પરીઘમાં આવી રહ્યા હોવાથી આગામી દિવસોમાં તેઓની પણ સંભવતઃ પૂછપરછ થનાર હોવાનું જાણવા મળેલ છે. માસુમ ૧૪ વર્ષીય બાળકી ધૈર્યાની હત્યાના મામલે તપાસમાં હ્લજીન્ તથા ડોગ સ્કોડની ટીમો જાેડાઈ છે. બંને ટીમોએ ઘાવા ગીર ગામમાં અને ઘટનાસ્થળ એવા આરોપીની વાડીએ પુરાવાઓ મેળવવા માટે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. જેમાં વાડીમાંથી વાળ, લોહી, બાળકીના સલગાવેલા કપડા, બાળકીને માર મારવામાં ઉપયોગ લેવાયેલ લાકડી અને વાયર, સ્મશાનમાંથી રાખ સહિતના વસ્તુઓના નમુના લીધા છે. આ તમામનું હ્લજીન્માં પરીક્ષણ કરાવવાની સાથે ડ્ઢદ્ગછ એનાલીસીસ કરાવી રહ્યા હોવાનું પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ જણાવેલ હતું.

error: Content is protected !!