જૂનાગઢમાં રણછોડનગરનાં યુવાનો દ્વારા નવરાત્રીનાં ગરબાઓનું ચકલીનાં માળા રૂપે નિરૂપણ

0

કહેવાય છે કે વાસ્તુની દ્રષ્ટિએ લક્ષ્મીજીને હંમેશ માટે ઘરમાં સ્થિર રાખવા હોય તો ચકલીનો માળો શ્રેષ્ઠ છે. ચકલીના અવાજમાં જબરદસ્ત તાજગી છે. રણછોડનગરનાં પ્રકૃતિપ્રેમી અશ્વિનભાઇ પટેલે જણાવેલો અનુભવ અજમાવવા જેવો ખરો. વધારે કંઈ જ કરવાનું નથી, માત્ર એકપુંઠાનું બોક્સ બનાવી ઘર તથા ઘરની આસપાસની દીવાલોમાં સુરક્ષિત સ્થળે લટકાવી દેવાનું છે, પછી તેમાં ચકલી, બુલબુલ જેવાં પક્ષીઓ આવીને વસવાટ કરશે અને કુદરત-પ્રકૃતિના પ્રેમની સાથે લક્ષ્મીનું આગમન પણ અવિરત થયાં કરશે. સવાર ચકલીઓની ચી-ચીથી શરૂ થાય છે. અશ્વિનભાઇ કહે છે ‘પ્રગતિશીલ માનવી પૈસાની આંધળી દોડમાં પંચમહાભૂતોનું વરવું દોહન કરી રહ્યો છે. પંચતત્વોનો કોપ માનવીને ભયભિત જ નહીં, તહસ-નહસ કરી નાખવા શક્તિમાન છે. આપણે પશ્ચિમના આંધળા અનૂકરણમાં પડ્યાં છીએ, ત્યારે પશ્ચિમી પ્રજા શાંતિની ખોજમાં ભારતની સંસ્કૃતિના મૂલ્યોને પાળી પોષી રહી છે.’ ‘ભૂતકાળમાં મહાભારત-રામાયણના કાળના ઋષિમુનિઓના આશ્રમમાં ભય વિના તમામ પશુ-પક્ષીઓ સાથે રહેતાં-જીવતાં હતા. આજે પર્યાવરણની વાતો બધા જ કરે છે, પણ પ્રકૃતિને સાચવનારાં, જાળવનારાં કેટલાં ? ગુજરાતનો દરેક પરિવાર જાે એક…એક માળો પક્ષીઓ માટે પોતાના ઘરમાં બનાવે તો કેવું ! આ કલ્પનાને સાકાર કરવી જરૂરી છે. નિદોર્ષ પક્ષીઓને ઘર-આંગણા કે અગાસીમાં, જ્યાં સ્થાન મળે ત્યાં માળો બનાવીને વસાવો. દરરોજ તેઓને ચણ મળે તે માટે મુઢ્ઢી જુવાર-બાજરી, ચોખા વગેરે નાખો. બસ આ જ વિચાર ચા અને પુઠાની ખાલી પેટીઓથી નિર્મિત ચકલી માળાથી કોરોના કાળે શરૂ કરેલ તે તાજેતરમાં સોસાયટીનાં આત્મેશ્વર મહાદેવનાં સાંનિધ્યે બેસી રણછોડનગર સોસાયટીનાં સભ્યો પોતાનાં મનની વાતો આદાન-પ્રદાન કરતા હોય છે ત્યારે તાજેતરમાં નવરાત્રીનાં દિવસો પુરા થતાં દરેક ઘરની ગૃહિણી પોતાનાં ઘરે સ્થાપના કરેલ માટીનાં ગરબાને મંદીર પરીસરમાં આસ્થા સાથે વિસર્જન કરવા મુકી જતી હોય છે. આવા એકત્રીત થયેલ ગરબાને રણછોડનગર સોસાયટીનાં મિત્રોએ વિચાર્યુ કે આપણે પુઠાનાં બોક્ષમા ચકલીનાં માળા બાંધીએ છીએ તેની જગ્યાએ ગરબાને તારથી બાંધીને માળા સ્વરૂપે વૃક્ષની ડાળીએ કે મકાનની અટારીએ લગાડીએ તો કેવું… બસ આ જ વાતને સૈાએ એકી અવાજે વધાવી લીધી અને બજારમાંથી તાર(વાયર) લાવી ગરબાને મજબુતીથી બાંધી ને મંદીર પરીસર અને સોસાયટીનાં સાર્વનીક પ્લોટ કે જ્યાં આ મિત્રોએ સાથે મળી વૃક્ષોનું સંવર્ધન કરેલ છે તેમાં ઝાડની ડાળીઓ ઉપર કોઇ ઘરનાં આંગણાનાં વૃક્ષો ઉપર ગરબાનાં યોગ્ય સકારાત્મક ઉપયોગથી માળાનું નીરૂપણ કર્યુ છે. અત્રે ઉલ્લેખનિય છે કે રણછોડનગર સોસાયટીનાં કર્મવિર એવા અશ્વિનભાઇ પટેલ અને સાથી હરસુખભાઇ હીરપરા, સહિત મિત્રોએ સોસાયટીમાં સાર્જનિક કુવાઓ અને બોરને વરસાદી વહીજતાનીરથી રીચાર્જ કરવાની પ્રવૃતિ વર્ષોથી અમલી બનાવી છે. ગૃહીણીઓ ઘરમાં જળનો કાર્યક્ષમ ઉપયોગ કરે અને કરકસરની ભાવનાં જાગૃત થાય તે માટે પાણી મિટરથી પાણી વિતરણ વયવસ્થા અમલી બનાવી છે. સાર્વજનીક પ્લોટમાં સામાજીક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનાં સુચારૂઆયોજન થાય તે માટે માળખાગત વ્યવસ્થાઓ ઉભી કરવા પ્રયાસ કરેલ છે.
ચકલી માળા બનાવતા વિનુભાઇ બારસીયાએ પ્રતીભાવાત્મક વાત કરતા જણાવ્યુ કે ગરબાથી માળો બને કે ચકલી તેમાં આવીને વસવાટ શરૂ કરે પછી ચણ નાખીએ જેથી ચકલીનું પરિવાર તમારી સાથે ધીમે ધીમે હળી મળી જશે. વૃક્ષો ઉપર નાની માટલીઓ લટકાવો મોટા-વિશાળ વૃક્ષો ઉપર માટલીના ગાળામાં તાર અથવા દોરી બાંધીને તેને લટકાવી દો. મોટા પક્ષીઓ.
આ મોટા વૃક્ષો ઉપર વસવાટ કરવા ટેવાયેલાં હોય છે. તેઓને માટે આ માટલીનો માળો શિયાળા-ઉનાળા, ચોમાસામાં સર્વશ્રેષ્ઠ સાબિત થઈ રહેશે. આ પ્રયોગ ગામડાંઓ અને શહેરોમાં આવેલાં મોટાવૃક્ષો ઉપર કરવાથી શહેરી અને ગ્રામ્યજનોને દરરોજ પક્ષીઓનો નજારો જાેવા મળશે. જૂનાગઢનાં રણછોડનગર સોસાયટીનાં રહીશોને શહેર કરતા પાણી સરળતાથી મળી રહ્યું છે, ઉદ્દેશ જળએ જીવન છે. સરેરાશ ૬૦ ટકા પાણીની બચત કરે છે. એટલું જ નહી સોસાયટી પાણી માટે ર્સ્વનિભર છે. આ અંગે સોસાયટીનાં પ્રમુખ અંકુર કાપડીયાએ કહ્યું હતું કે, સોસાયટીમાં ૧૪૦ ઘરમાં પાણી વિતરણ કરવામાં આવે છે. દરેક ઘરમાં પાણીનાં મિટર મુકવામાં આવ્યાં છે. દર મહિને પગારથી રાખેલો વ્યક્તિ બીલ બનાવે છે. મિટર મુકવાથી લોકો પાણીનો સદઉપયોગ કરવા લાગ્યા છે. સરેરાશ ૬૦ ટકા પાણીની બચત થઇ રહી છે. હાલ યુનિટનાં ૧૫ રૂપિયા સોસાયટીટીનાં બોરમાંથી પાણી વિતરણ કરવામાં આવે છે. કુવો અને ત્રણ બોર રીચાર્જ કરીએ છીએ. આગવી વ્યવસ્થા કરીને ચોમાસાનું પાણી કુવા અને બોરમાં નાખવામાં આવી રહ્યું છે. જેથી કરીને પાણીનાં તળ આ વિસ્તારમાં ઉપર રહે છે. પાણી વિતરણમાં મીટર મુકવાથી લાઇટ અને પાણીમાં બચત થઇ ૧.૪૦ લાખ લીટર પાણી જાેતું હવે ૫૬ હજાર લીટર પાણી જાેઇએ છે. ૮૪ હજાર લીટર પાણીની બચત થતાં ૫૫૦૦૦ વીજ બીલ આવતું જે હવે ૨૦ થી ૨૩ હજાર આવે છે. આમ શહેરની રણછોડનગર સોસાયટીનાં સભ્યો નગરને સ્વચ્છ બનાવવા સાથે પર્યાવરણ સભર પ્રકૃતિના રખેવાળ બનવા જહેમત ઉઠાવી રહ્યા છે. આવી જ રીતે અન્ય સોસાયટી જાે અનુસરે તો જૂનાગઢ ગોકુળીયુ નગર બની રહેશે.

error: Content is protected !!