ડિફેન્સ એક્સ્પો-૨૦૨૨નો શુભારંભ-ડિફેન્સ એક્સપોમાં મને નૂતન ભારતની ભવ્ય તસ્વીર દેખાય છે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

0

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ડિફેન્સ એક્સપો-૨૦૨૨નો રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિધિવત શુભારંભ કરાવ્યો હતો. મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં ભારતીય સેનાની ત્રણેય પાંખોના વડાઓ અને વિવિધ દેશોના પ્રતિનિધિઓ તથા સંરક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉત્પાદકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડિફેન્સ એક્સપોને નૂતન ભારતની ભવ્ય તસ્વીર ગણાવ્યું હતું અને કહ્યું હતું કે, ભારતની માટીમાં, ભારતીય લોકોના પરસેવાથી સિંચાયેલા ઉત્પાદનો, કંપનીઓ, વૈજ્ઞાનિકો અને યુવાઓનું સામર્થ્ય લોહપુરુષ સરદાર પટેલની આ ધરતી ઉપરથી સમગ્ર દુનિયાને ભારતના સામર્થ્યનો પરિચય કરાવી રહ્યા છે. તેમણે ડિફેન્સ એક્સપોમાં ભાગ લેવા ગુજરાત પધારેલી તમામ કંપનીઓને આહવાન કરતાં કહ્યું હતું કે, સશક્ત અને વિકસિત ભારતના આપણા સપનાને સાકાર કરો, હું તમારી સાથે છું. આપની ઉજ્જવળ આવતીકાલ માટે હું મારી આજ આપને અર્પણ કરવા માટે તત્પર છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિફેન્સ એક્સ્પો-૨૦૨૨માં ભાગ લેવા પધારેલા મહેમાનોનું ગુજરાતની ધરતીના દીકરા તરીકે સ્વાગત કરતાં કહ્યું હતું કે, સશક્ત, સમર્થ અને આર્ત્મનિભર ભારતના આ મહોત્સવમાં ગુજરાતની ધરતી ઉપર પધારેલા સૌ કોઈનું હાર્દિક સ્વાગત છે. તેમણે કહ્યું હતું કે, આ આયોજનમાં નવા ભારતની ભવ્ય તસ્વીર દેખાય છે, જેનો શુભારંભ અમૃતકાળમાં થયો છે. ડિફેન્સ એક્સ્પો-૨૦૨૨ને તેમણે રાષ્ટ્રના વિકાસ, રાજ્યોના સહયોગ, યુવાનોની શક્તિ, યુવાનોના સપના, યુવાનોની સંકલ્પબદ્ધતા, યુવાનોની સાહસિકતાઅને યુવાઓના સામર્થ્યના અવસર તરીકે વર્ણવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ડિફેન્સએક્સપો પ્રત્યેવિશ્વને ઘણી ઘણી આશાઓ છે. મિત્ર દેશો માટે સહયોગના અનેક અવસરો પણ છે. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ભારતમાં આ પહેલાં પણ ડિફેન્સ એક્સપોના આયોજનો થયા છે, પરંતુ ગુજરાતના આંગણે થયેલું આ આયોજન અભૂતપૂર્વ છે. આ એવો પ્રથમ એક્સપો છે જ્યાં માત્ર ભારતીય કંપનીઓ જ ભાગ લઈ રહી છે. મેડ ઇન ઇન્ડિયાના રક્ષા ઉપકરણો અહીં પ્રદર્શિત થઈ રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, આ એક્સ્પોમાં ૧૩૦૦થી વધારે પ્રદર્શકો, ૧૦૦થી વધારે સ્ટાર્ટઅપ્સ અને એમ.એસ.એમ.ઈ. ભાગ લઈ રહ્યા છે. આજે સમગ્ર દેશ અને દુનિયાના અન્ય દેશો ભારતની ક્ષમતા અને સંભાવનાની ઝલક એકી સાથે જાેઈ રહ્યા છે. ડિફેન્સ એક્સપો-૨૦૨૨ દરમ્યાન ૪૫૦થી વધુ એમઓયુ અને એગ્રીમેન્ટ ઉપર હસ્તાક્ષરો થશે. તેમણે કહ્યું હતું કે, ડિફેન્સ એક્સપો-૨૦૨૨નું આયોજન થોડું પહેલા વિચારાયું હતું પરંતુ દુનિયામાં સર્જાયેલી કેટલીક પરિસ્થિતિઓને કારણે વિલંબ થયો પરંતુ હવે દેશમાં આજે નવા ભવિષ્યનો સશક્ત શુભારંભ થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, દુનિયાના વિભિન્ન દેશો સકારાત્મક વિચારસરણી સાથે ભારત સાથે જાેડાયા છે. ૫૩ આફ્રિકન મિત્ર દેશો ખભેખભા મિલાવીને આપણી સાથે ઉભા છે. ડિફેન્સ એક્સપો-૨૦૨૨ના આ અવસરે ઇન્ડિયા-આફ્રિકા વચ્ચે ડિફેન્સ ડાયલોગનોપણ આરંભ થવા જઈ રહ્યો છે એમ કહીને તેમણે કહ્યું હતું કે, ભારત અને આફ્રિકન દેશો વચ્ચેની મિત્રતા અને સંબંધો સમય સાથે વધુ મજબૂત બનીને વિકસી રહ્યા છે. બંને વચ્ચે સંબંધોના નવા આયામો વિસ્તર્યા છે. ગુજરાત અને આફ્રિકન દેશો વચ્ચે આત્મીય સંબંધો રહ્યા છે એમ કહીને તેમણે કહ્યું હતું કે, આફ્રિકાની આધુનિક ટ્રેનના પાયામાં કચ્છના કામદારોનું યોગદાન છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, આફ્રિકામાં આજે પણ ‘દુકાન’, ‘રોટી’ અને ‘ભાજી’ જેવા શબ્દો આફ્રિકાના જનજીવન સાથે જાેડાઈ ગયા છે આ શબ્દો ગુજરાતી છે. પરમ પૂજ્ય મહાત્મા ગાંધીજીનું જન્મસ્થાન ગુજરાત છેતો આફ્રિકા તેમની પહેલી કર્મભૂમિ રહ્યું છે. આફ્રિકન દેશો સાથેની આત્મીયતા અને અપનાપન ભારતની વિદેશ નીતિના પાયામાં છે. કોરોનાના સમયમાં ભારતે આફ્રિકન મિત્ર દેશોને વેક્સિન અને દવાઓ પહોંચાડવામાં પ્રાથમિકતા આપી હતી. આજે ભારત અને આફ્રિકન દેશો વચ્ચે રક્ષા ક્ષેત્રમાં સહયોગ અને સમન્વય આ સંબંધોને નવી ઊંચાઈ આપશે. આજે ગ્લોબલાઇઝેશનને કારણે ભારત પાસેથી વિશ્વને અપેક્ષાઓ વધી છે, તો સાથોસાથ વિશ્વને વિશ્વાસ પણ છે કે ભારત હર કોશિષમાં કામિયાબ થશે. ભારત પાછું નહીં પડે. આ ડિફેન્સ એક્સ્પો એક રીતે વૈશ્વિક વિશ્વાસનું પ્રતિક પણ છે.
ડિફેન્સ એક્સપોમાં ભાગ લઈ રહેલા રાષ્ટ્રના પ્રતિનિધિઓનું સ્વાગત કરતા આ એક્સપોના ભવ્ય આયોજન માટે તેમણે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, દેશ અને દુનિયામાં વિકાસથી લઈને ઔદ્યોગિક સામર્થ્ય સુધી ગુજરાતે પોતાની વિશેષ ઓળખ ઉભી કરી છે. ડિફેન્સ એક્સપોથી ડિફેન્સ પ્રોડક્શનના ક્ષેત્રે ગુજરાતની ઓળખને ચાર ચાંદ લાગ્યા છે, ગુજરાતના વિકાસને નવી ઊંચાઈઓ આપી છે. ગુજરાત ડિફેન્સના ક્ષેત્રમાં ઉત્પાદન ક્ષેત્રે મહત્વનું કેન્દ્ર બનશે. આ ક્ષેત્રમાં ગુજરાતનું યોગદાન વધશે તેવો મને પૂર્ણ વિશ્વાસ છે. ડીસા એરબેઝનું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, ડીસાવાસીઓ અને આ પ્રદેશના લોકોમાં આ શુભારંભથી નવા ઉત્સાહના દર્શન થયા છે. તેમણે કહ્યું હતું કે, ડીસા એરસ્ટ્રીપ દેશની સુરક્ષાના ક્ષેત્રમાં મહત્વનો ભાગ ભજવશે.

error: Content is protected !!