ખંભાળિયાની દાતા ગામની પ્રાથમિક શાળામાં છ સ્માર્ટ ટીવીનું અનુદાન

0

વર્તમાન આધુનિક સમયમાં બાળકોના શિક્ષણમાં દ્રવ્ય, શ્રાવ્ય સાધનો ખૂબ જ ઉપયોગી છે. તે માટે ખંભાળિયા તાલુકાના દાતા ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળામાં આ શાળામાં પૂર્વ વિદ્યાર્થી રમેશભાઈ રાયચંદ જાખરીયા દ્વારા તેમના પિતાશ્રીના સ્મરણાર્થે દાતા ગામની આ પ્રાથમિક શાળાના જુદા જુદા છ વર્ગો માટે કુલ રૂપિયા ૧.૩૨ લાખની કિંમતના છ સ્માર્ટ ટીવી આ શાળાને દાન સ્વરૂપે આપવામાં આવ્યા છે. દાતા ગામની આ શાળામાં વિદ્યાર્થીઓલક્ષી કામગીરીથી પ્રોત્સાહિત થઈને તેમના દ્વારા આ અનુદાન આપવામાં આવ્યું છે. શાળામાં આ સ્માર્ટ ટીવીની મદદથી જુદી જુદી ચેનલ દ્વારા લેવામાં આવતા પાઠ અને પાઠ્‌યક્રમમાં આપવામાં આવતા વિવિધ એકમોમાં ક્યુ.આર. કોડથી જી-શાલા, દીક્ષા વિગેરે શિક્ષણમાં ઉપયોગી અભ્યાસક્રમ જાેઈ શકાશે. શાળાના આચાર્ય રવિકુમાર નડિયાપા અને સ્ટાફ દ્વારા દાતા પરિવારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

error: Content is protected !!