Thursday, September 28

ખંભાળિયા તાલુકા ભાજપની કારોબારી યોજાઈ : કેબિનેટ મંત્રીની ખાસ ઉપસ્થિતિ

0

ખંભાળિયા તાલુકા મંડળની કારોબારીની બેઠક શનિવારે અહીંના યોગ કેન્દ્ર ખાતે યોજવામાં આવી હતી. ખંભાળિયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલી તાલુકા મંડળની આ કારોબારી બેઠકમાં જિલ્લા ભાજપના મહામંત્રી રસિકભાઈ નકુમ અને ભરતભાઈ ગોજીયા સાથે તાલુકા ભાજપ પ્રમુખ કિશોરસિંહ જાડેજા જાેડાયા હતા. આ બેઠકમાં ઉપસ્થિત આગેવાનોએ આગામી કાર્યક્રમોના અનુસંધાને માર્ગદર્શન આપ્યું હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારને નવ વર્ષ પૂર્ણ થતા આગામી દિવસોમાં યોજાનારા કાર્યક્રમોની માહિતી આપવામાં આવી હતી. આ બેઠકમાં ભાજપના સંનિષ્ઠ કાર્યકર પાલભાઈ કરમૂર, જિલ્લા ભાજપ મંત્રી રાજુભાઈ ભરવાડ સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જાેડાયા હતા.

error: Content is protected !!