દેવભૂમિ દ્વારકા ૧૦૮ ના સ્ટાફ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં લોકજાગૃતિ કાર્યક્રમનું આયોજન થયું

0

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૧૦૮ હર્ષદ વિસ્તારના ઈ.એમ.ટી. પાઈલોટ દ્વારા લોકજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મિયાણી તથા જાેધપુર ગામમાં જઈને ગ્રામજનોને ૧૦૮ ઈમરજન્સી સુવિધાનું તમામ જ્ઞાન અપાયું હતું. આ સાથે ગામના લોકોના સ્વાસ્થ્યની પણ ખાસ જાળવણી રાખવા માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં ગ્રામજનોના બી.પી. અને ડાયાબિટી ચેકઅપ, ઇમરજન્સી વિશેની તમામ માહિતી સાથે લોકજાગૃતિનો આ કાર્યક્રમ સંપન્ન થયો હતો.

error: Content is protected !!