વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ અંતર્ગત નવી દિલ્હીમાં વિશ્વના દેશોના ડિપ્લોમેટ્‌સ – હેડ ઓફ ધી મિશન સાથે મુખ્યમંત્રીની બેઠક

0

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી દિલ્હીમાં દુનિયાના ૧૧૯ જેટલા દેશોના રાજદ્વારીઓ સમક્ષ ગુજરાતની વૈશ્વિક વિકાસગાથા રજૂ કરી હતી.તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ઉત્તરોત્તર જ્વલંત સફળતાના પગલે ગુજરાત દેશ અને દુનિયાના ‘મોસ્ટ પ્રિફર્ડ ઈન્વેસ્ટમેન્ટ હબ’ તરીકે પ્રસ્થાપિત થયું છે.
પ્રોએક્ટિવ પોલીસીઝ, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ, મૂડીરોકાણકારો માટે સાનુકૂળ માહોલ, સુગ્રથિત ઔદ્યોગિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉચ્ચ જીવનધોરણ જેવા પરિબળો થકી ગુજરાત આજે દુનિયાભરના મૂડીરોકાણકારો માટે સૌથી પસંદગીનું સ્થળ બન્યું છે એમ મુખ્યમંત્રીએ ગૌરવભેર જણાવ્યું હતું.
આગામી ૧૦ જાન્યુઆરીના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાનના હસ્તે પ્રારંભ થનાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦મી આવૃત્તિ અંતર્ગત ગુજરાત સરકારે નવી દિલ્હી ખાતે ડિપ્લોમેટ્‌સ મીટનું આયોજન કર્યું હતું. મુખ્યમંત્રીએ દુનિયાના વિવિધ દેશો સાથે ગુજરાતની સહભાગિતાનું ફલક વધારવાની નેમ આ પ્રસંગે વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું કે, પાછલા બે દાયકામાં ગુજરાતે ૫૫ બિલિયન યુ.એસ. ડોલરની ક્યુમ્યુલેટિવ એફ.ડી.આઈ. મેળવ્યું છે. વર્લ્ડ ક્લાસ રોડ, રેલવે, પોર્ટ અને એરપોર્ટ કનેક્ટિવિટીને કારણે ગુજરાતની પહોંચ દેશમાં જ નહીં પરંતુ એશિયા, આફ્રિકા, મિડલ ઇસ્ટ અને યુરોપીય દેશોની બજારો સુધી છે. ફોર્ચ્યુન ફાઇવ હન્ડ્રેડ કંપનીઓમાંથી ૧૦૦ જેટલી કંપનીઓ ગુજરાતમાં કાર્યરત છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનું બ્રેન ચાઈલ્ડ કોન્સેપ્ટ છે, હવે આ સમિટ બિઝનેસ નેટવર્ક, નોલેજ શેરિંગ, સોશિયો-ઈકોનૉમિક ડેવલપમેન્ટ તેમજ સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ માટેનો એક પ્રતિષ્ઠિત વૈશ્વિક મંચ બની ગઇ છે. વાયબ્રન્ટ સમિટમાં વિદેશી રાષ્ટ્રોની ભાગીદારી પણ ઉત્તરોત્તર વધતી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વમાં ભારતમાં મૂડીરોકાણને પ્રોત્સાહન આપવાના કેન્દ્ર સરકારના પ્રયાસોની ભૂમિકા આપતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે દેશમાં ઉદ્યોગ ક્ષેત્રે સ્પર્ધાત્મકતા, સુદ્રઢ પોલિસીઓ, પારદર્શિતા, ડિજીટાઈઝેશન અને ઈનોવેશનના માધ્યમથી દેશમાં મૂડીરોકાણ માટે સાનુકૂળ વાતાવરણ ઉભું થયું છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાનની આ વિરાસતને અમારી ટીમ પૂરી ઈમાનદારી અને મહેનતથી આગળ વધારી રહી છે, અમૃતકાળમાં ડેવલપમેન્ટ ઓરિએન્ટેડ ગવર્નન્સથી ભારતની વિકાસયાત્રાને ગતિ આપવાના આ મહત્વપૂર્ણ સમયે દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની થીમ ‘ગેટ વે ટુ ધ ફ્યુચર’ રાખવામાં આવી છે, જે વડાપ્રધાનના ૨૦૪૭માં વિકસિત ભારતના વિઝનને આગળ ધપાવશે. મૂડીરોકાણકારોના પસંદગીના રાજ્ય તરીકે ગુજરાતની આગવી ઓળખ ઊભી થઈ છે તેની રૂપરેખા આપતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વર્ષ ૨૦૨૧માં ગુજરાતે ૨૧.૯ બિલિયન ડોલરનું એફડીઆઈ મેળવ્યું છે, જે દેશના કુલ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટના ૩૭ ટકા જેટલું છે. યુએસએ, જાપાન, ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ, યુકે, સ્વીટ્‌ઝરલેન્ડ, ઈટલી, યુએઈ, સાઉદી અરેબિયા, કતાર સહિતના દેશોની કંપનીઓએ ગુજરાતમાં વિવિધ સેક્ટર્સમાં મોટા પાયે રોકાણ કર્યું છે.
ઈન્વેસ્ટર્સ બિઝનેસ-ફ્રેન્ડલી વાતાવરણ પૂરું પાડવાની ગુજરાત સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે રાજ્ય સરકારે જુદા-જુદા સેક્ટર્સમાં ઉદ્યોગોને ઈન્સેન્ટીવ્ઝ આપવા ઉપરાંત ઉદ્યોગોના સાત્યપૂર્ણ વિકાસ તેમજ ઈનોવેશનને પ્રોત્સાહન આપવા ઈન્ટીગ્રેટેડ લોજીસ્ટિક્સ એન્ડ લોજીસ્ટિક્સ પાર્ક પોલિસી ૨૦૨૧, ઈલેક્ટ્રીક વ્હીકલ પોલિસી ૨૦૨૧, સોલર પોલિસી ૨૦૨૧, ઈન્ડસ્ટ્રીયલ પોલિસી ૨૦૨૦, ટુરિઝમ પોલિસી, ટેક્સ્ટાઈલ પોલિસી સહિતની વિવિધ પોલિસી અમલમાં મૂકી છે.
એટલું જ નહિ, ગ્રીન ગ્રોથને પ્રોત્સાહન આપવા ગુજરાતે તાજેતરમાં રિન્યૂએબલ એનર્જી પોલિસી-૨૦૨૩ અમલી કરી છે તેમજ ગ્રીન હાઈડ્રોજન મિશન અન્વયે ૧૦૦ ગીગાવોટ રિન્યૂએબલ એનર્જી જનરેશનનો લક્ષ્યાંક રાખ્યો છે તેમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે આ પોલિસીઝના માધ્યમથી કંપનીઓ માટે સર્વગ્રાહી ઈકોસીસ્ટમ તૈયાર કરવાનો તેમજ ગુજરાતના ઉદ્યોગોને વૈશ્વિક કક્ષાએ સ્પર્ધાત્મક બનાવવાનો ગુજરાત સરકારનો ઉદ્દેશ્ય છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ગુજરાતના કલ્ચર અને ટુરિઝમને પણ પ્રમોટ કરનારી ઇવેન્ટ બની છે. તેમણે આ વાઇબ્રન્ટ સમિટને ગુજરાતની સંસ્કૃતિની સાથે સાથે ટુરીઝમ સેક્ટરની વાઇબ્રન્સીનો અનુભવ કરવાનો અવસર ગણાવ્યો
હતો.
આ સંદર્ભમાં તેમણે વાઇબ્રન્ટ નવરાત્રિ અને કાઇટ ફેસ્ટિવલ જેવા લોકપ્રિય સાંસ્કૃતિક ઉત્સવોનો આનંદ લેવા પણ અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીએ વિવિધ દેશોના રાજદ્વારીઓને ભારતની એકતા અને અખંડિતતાના પ્રતિક સમાન સરદાર વલ્લભભાઈ પટેલની દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ની મુલાકાતનું આમંત્રણ પાઠવ્યું હતું.
મુખ્યમંત્રીએ આ તકે ગુજરાતમાં હયાત ફ્યુચર રેડી મેગા પ્રોજેક્ટ જેવા કે ગિફ્ટ સિટી, ડ્રીમ સિટી, ધોલેરા સર, ગ્રીનફિલ્ડ પોર્ટ્‌સ, પીસીપીઆઈઆર જેવા પ્રકલ્પો ભવિષ્યમાં ઉદ્યોગો માટેના તૈયાર પ્લેટફોર્મ પૂરુ પાડશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
વિદેશમંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે, ય્૨૦ ભારતને વિશ્વના વિકાસ માટે અને વિશ્વને ભારતના વિકાસ માટે તૈયાર થવાની વિભાવના ગુજરાત વાઇબ્રન્ટ સમિટથી સાચા અર્થમાં સાકાર કરે છે. આ વિભાવના પ્રત્યક્ષ સાકાર થતી જાેવા માંગતા હોવ તો તે આગામી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪માં જાેવા મળશે. વિશ્વનો કોઈ દેશ એવો નહિ હોય જ્યાં ગુજરાતી ના વસ્યો હોય તેમ જણાવતા તેમણે ગુજરાતીઓની સાહસિકતા ક્ષમતા અને વેપાર કુશળતાની પ્રંસશા કરી હતી.
વિદેશમંત્રીએ કહ્યું હતું કે, ગુજરાત દરેક આર્થિક ક્ષેત્રે અગ્રેસર, લીડર અને પરફોર્મર રહ્યું છે. ઈવી, એવીએશન, સેમિકન્ડક્ટર જેવી નવી પહેલમાં ગુજરાત લીડર સ્ટેટ તરીકે ઉભરી આવ્યું છે. ભારતની તમામ વિશિષ્ટ ઇનિશિએટિવ્સની સમગ્ર શ્રેણી ગુજરાતમાં થઈ રહી છે. આર્થિક રીતે અગ્રેસર ગુજરાત જાેખમ લેવાની ક્ષમતા ધરાવે છે. ગુજરાતના રસ્તાઓ સૌથી વધુ ઉત્પાદક માર્ગો છે એમ કહી વિદેશમંત્રીએ રાજ્યમાં થયેલા ઉત્કૃષ્ટ માળખાકીય વિકાસનો ઉલ્લેખ કર્યો હતો.
તેમણે ઉમેર્યું હતું કે, વિશ્વને હવે ગ્રોથના વધારાના એન્જિન અને ઉત્પાદન કેન્દ્રોની જરૂર છે, જે વધુ વિશ્વસનીય અને પારદર્શક હોય. તાજેતરમાં જ ભારતે જાહેર કરેલા ઇન્ડિયા મિડલ ઇસ્ટ યુરોપ ઇકોનોમિક કોરિડોર-ૈંસ્ઈઝ્ર પણ ગુજરાતમાંથી જ પસાર થાય છે.
મુખ્ય સચિવ રાજકુમારે ગુજરાતમાં વિવિધ ઉભરતા ક્ષેત્રોમાં તેમના દેશોના રોકાણો માટે વિદેશી રાજદ્વારીઓને આમંત્રણ પાઠવતા જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં ગુજરાત પોલીસી ડ્રિવન સ્ટેટ અને ઉદ્યોગ રોકાણકારો માટે રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સિંગલ વિન્ડો સિસ્ટમ થકી ઝડપથી પરવાનગી આપનારૂ રાજ્ય બન્યું છે. ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ. જી. હૈદરે વાઇબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર પ્રગતિની ગાથા પ્રેઝન્ટેશન દ્વારા રજૂ કરી હતી. કેન્દ્ર સરકારના વિદેશી બાબતોના સચિવ વિનય કવાત્રાએ પ્રાસંગિક સંબોધન કર્યું હતું.આ પ્રસંગે નાણા અને ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ, ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત, ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન તથા ગુજરાત સરકારના વરિષ્ઠ સચિવો આ પ્રસંગે
ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!