જૂનાગઢ તાલુકાના વધાવી નજીક આવેલા ફાર્મ હાઉસમાં જુગાર રમતા ૭ ઝડપાયા, ૩ કાર સહિત રૂા.ર૦.૩૮ લાખનો મુદ્દામાલ જપ્ત

0

જૂનાગઢ પાસેના ફાર્મ હાઉસમાં વ્હેલી સવારે ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડીને ર.૬૭ લાખની રોકડ સાથે જુગાર રમતા ૭ શખ્સોની અટક કરી ૩ કાર સહિત ર૦.૩૮ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ ઉપર આવેલ વિષ્ણુ કોલોનીમાં રહેતા વિશાલ સામતભાઈ પરમાર તેના જૂનાગઢ તલુકાના વધાવી ગામની સીમમાં નાંદરખી-વધાવી રોડ ઉપર આવેલ ફાર્મ હાઉસમાં જુગાર રમાડતા હોવાની બાતમી મળતા ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ જે.જે. પટેલ સહિતના સ્ટાફે વહેલીસવારે દરોડો પાડીને જુગારધામના સંચાલક વિશાલ પરમાર ધંધુસરના નવઘણ કેશવભાઈ ચાંડેલા, રણમલ પુંજાભાઈ દીવરાણીયા, રણજીત મોહનભાઈ વાઘ, જૂનાગઢના મયુર ધીરજલાલ કાલરીયા, જેતપુરના ફેનીસ જવાહરભાઈ પુછડા અને ધોરાજીના સિકંદર વલીભાઈ મંઘરા સહિત ૭ શખ્સોને રૂપિયા ર,૬૮,ર૦૦ની રોકડ સાગે જુગાર ખેલતા ઝડપી લીધા હતા. એલસીબીએ જુગારીઓ પાસેથી રોકડ ઉપરાંત રૂપિયા ૧.૭૧ લાખની કિંમતના ૯ મોબાઈલ ફોન તેમજ રૂપિયા ૧૬ લાખની કિંમતની ૩ કાર મળી કુલ રૂપિયા ર૦,૩૮,ર૦૦નો મુદ્દામાલ કબ્જે કરી તમામની વિરૂધ્ધ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

error: Content is protected !!