વિસાવદરથી મોણીયા ગામ વચ્ચે કાર ભટકાડતા અકસ્માત : એકનું મૃત્યું

0

વિસાવદરથી મોણીયા ગામ વચ્ચે અકસ્માતનો બનાવ બનવા પામેલ જેમાં એકનું મૃત્યું થયું છે અને અન્યને ઈજા પહોંચી છે. આ બનાવ અંગે વિસાવદર પોલીસે આપેલી વિગત અનુસાર, માણાવદરના રામકૃષ્ણ મીલ પાસે, રાવલપરામાં રહેતા શાંતુભાઈ દડુભાઈ ધાધલ(ઉ.વ.૬ર)એ ફોરવ્હીલ કાર નંબર જીજે-૧૧-આઈસી-૦૯૧૭ના ચાલક વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના ફરિયાદીના પૌત્ર વિસાવદર તેની ફોરવ્હીલ અલ્ટો રજી.નં.જીજે-૦પ-સીજી-૦૪૯૩ની લઈ છકડો રીક્ષા લેવા જતા હતા ત્યારે મોણીયા ગામ પાસે આઈ-મા પેટ્રોલ પમ્પ પાસે પહોંચતા સામેથી આવતી ફોરવ્હીલ કાર રજી. જીજે-૧૧-આઈ-૦૯૧૭ના ચાલકે તેની ફોરવ્હીલ કાર પુરઝડપે બેફીકરાઈથી અને ગફલતભરી રીતે ચલાવી આવી ફરિયાદીના પૌત્રની ફોરવ્હીલ કાર સાથે ભટકાડી ફરિયાદીના પૌત્ર વિજયનું મૃત્યું નિપજાવી તથા સાહેદોને શરીરે સામાન્ય તથા ગંભીર ઈજાઓ કરી ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા વિસાવદર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!