જૂનાગઢ મસ્જીદે રઝામાં મૌલાએ કાએનાત સૈયદના અલી શૈરે ખુદાની યૌમે વિલાદતના મૌકા ઉપર શાનદાર જલ્સાનું આયોજન

0

જૂનાગઢ અમીરે અહલે સુન્નત હઝરત પીર નૂરમુંહમદ મારફાની સાહેબ અલયહીર્રહમાં દ્વારા સ્થાપિત ખાનકાહે રઝવિય્યાહ નૂરીય્યાહ, મસ્જીદે રઝા તરફથી તા.રપ-૧-ર૦ર૪ ગુરૂવારે રાત્રે ઈશાંની નમાઝ બાદ મર્કઝે એહલે સુન્નત, મસ્જીદે રઝામાં મૌલાએ કાએનાત, હુઝુર સૈયદના અલી શૈરે ખુદા રદીઅલ્લાહુ તઆલા અન્હુ તથા સુલ્તાનુલ હિન્દ હુઝૂર ખ્વાજા ગરીબે નવાઝ રદીઅલ્લાહુ તઆલા અન્હુની યૌમે વિલાદતના મૌકા ઉપર તથા સરકાર સૈયદના ઈમામ જાફરે સાદીક રદીઅલ્લાહુ તઆલા અન્હુ તથા સૈયદના સરકાર અબુલ હુસૈન અહમદ નૂરી રહમતુલ્લાહી તઆલા અલયહના ઉર્ષ શરીફ નિમિતે ખિરાજે અકીદત પેશ કરવા શાનદાર જલ્સાનું આયોજન શેહઝાદએ ખલીફએ હુઝુર મુફતીએ આઝમે હિન્દ, પીરે તરીકત, હુઝુર ગુલઝારે મિલ્લત હઝરત અલ્લામાં ગુલઝાર અહમદ સાહબ નૂરી મદઝિલ્લહુલ આલીની સરપરસ્તીમાં નાતો મનકબતના શાનદાર જલ્સાનું આયોજન કરવામાં આવેલ છે. આ જલ્સામાં ખાસ કરીને મર્હુમ હાજી અશરફ સાહેબ પારૂપીયા પેનવાલાને ઈસાલે સવાબ કરવામાં આવશે. આ જલ્સામાં સર્વે મુસ્લીમ બિરાદરોને બહોળી સંખ્યામાં હાજરી આપવા ખાનકાહે રઝવિય્યાહ નૂરીય્યાહની યાદીમાં જણાવાયું છે.

error: Content is protected !!