જૂનાગઢમાં ખામધ્રોળ રોડ અલઅકસા રેસીડેન્સી ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી થશે

0

ર૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની આવતીકાલે ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે સુન્ની સંધી યુવા મુસ્લિમ સમાજ જૂનાગઢ જીલ્લા તથા જૂનાગઢ શહેર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાષ્ટ્રીય પર્વની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે. ખામધ્રોળ રોડ, અલઅકસા રેસીડેન્સી ખાતે આવતીકાલે તા.ર૬-૧-ર૦ર૪ શુક્રવારે સવારે ૯ કલાકે જનાબ ઈકબાલહુસેન મહંમદહુસેન કાદરી(મુન્નાબાપુ) નીચલા દાતાર દરગાહના સંચાલક તેમજ જનાબ જીસાનભાઈ હાલેપૌત્રા(એડવોકેટ)ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના અગ્રણી, આગેવાનો, મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેશે. સુન્ની સંધી યુવા મુસ્લિમ સમાજ જૂનાગઢ જીલ્લા પ્રમુખ અમીનભાઈ સીડાના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી રહી છે અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આયોજકો તરફથી નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.

error: Content is protected !!