જૂનાગઢ : આરોપીનું સારવાર દરમ્યાન મૃત્યું થતા પીએસઆઈ સામેના કેસમાં હત્યાનો ગુનો નોંધાયો

0

જૂનાગઢ બી ડીવીઝનના સસ્પેન્ડેડ પીએસઆઈ સામે હત્યાનો ગુનો નોંધાતા ચકચાર મચી ગઈ છે. વિશ્વાઘાત છેતરપિંડીની ફરિયાદ અંગેના કેસમાં જૂનાગઢ બી ડીવીઝનના પીએસઆઈ એમ. કે. મકવાણાએ સુરત ખાતે રહેતા અને ટુર પેકેજનો વ્યવસાય કરતા હર્ષિલભાઈ લખમણભાઈ જાદવ(ઉ.વ.૪૩)ની ધરપકડ કરી તેને રિમાન્ડ ઉપર મેળવ્યા હતા અને કેસ સરળ કરવા તેમજ યુવકને માર નહી મારવા માટે રૂપિયા ૩ લાખની માંગણી કરી હતી. આ માંગણી નહી સંતોષતા યુવાનને પીએસઆઈ મકવાણાએ ધોકો અને પટ્ટાથી મારતા હર્ષિલ જાદવને ગંભીર ઈજા થઈ હતી. આથી તેમને અમદાવાદની સિવીલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે ઈજાગ્રસ્ત યુવકના અમદાવાદ ખાતે રહેતા શિક્ષક ભાઈ બ્રિજેશભાઈ લખમણભાઈ જાદવની ફરિયાદના આધારે પીએસઆઈ એમ.કે. મકવાણા વિરૂધ્ધ હત્યાની કોશિષનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને આ કાર્યવાહી થતાની સાથે પીએસઆઈ મકવાણાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. દરમ્યાન અમદાવાદ ખાતે સારવાર હેઠળ રહેલા હર્ષિલ જાદવનું ગઈકાલે બુધવારે સારવાર દરમ્યાન મૃત્યું નિપજ્યું હતું. જેના પગલે પીએસઆઈ મકવાણા સામે હત્યાની કલમનો ઉમેરો કરી આગળની કાર્યવાહી કરવામાં આવી હતી. હાલના તપાસનીશ સીપીઆઈ આર.એમ. વસાવાએ જણાવ્યું હતું કે, બુધવારે સવારે ૧૦ઃ૧પ કલાકે સારવાર દરમ્યાન મૃત્યું થતાં અમદાવાદ ખાતે પહોંચીને ફરિયાદી સહિતના પરિવારજનોના વિશેષ નિવેદન લેવામાં આવ્યા હતા અને વધુ તપાસ હાથ ધરાઈ છે.

error: Content is protected !!