જૂનાગઢ એસઓજીનો ચાર્જ માંગરોળમહિલા પીએસઆનનઈને સોંપાયો

0

જૂનાગઢ એસઓજીનો ચાર્જ માંગરોળના પીએસઆઈને સોંપવામાં આવ્યો છે. જૂનાગઢ સાયબર ક્રાઈમ સેલ કમ એસઓજીના પીઆઈ એ.એમ. ગોહિલ, એએસઆઈ દીપક જગજીવનભાઈ જાની અને માણાવદરના સીપીઆઈ તરલ ભટ્ટ આણી મંડળીએ ૩૩પ જેટલા બેંક ખાતા ફ્રીઝ કરી અને ર૦-ર૦ લાખ લઈ બેંક એકાઉન્ટ અનફ્રીઝ કર્યા હોવાનું જણાવી કેરાલાના કુંજતુરના કાર્તિક જગદિશ ભંડારી પાસેથી બળજબરીથી રૂપિયા રપ લાખ પડાવવા કારસો રચી પરેશાન કરવામાં આવ્યા હોવાની રજુઆતના પગલે આ ત્રણેય પોલીસ અધિકારીઓ સામે પોલીસ ફરીયાદ કરી ગુનો નોંધવામાં આવ્યો છે. જેની તપાસ એટીએસ દ્વારા કરવામાં આવી રહી છે. હાલ ત્રણેય સસ્પેન્ડ છે. આ તોડકાંડ બહાર આવ્યા બાદ એસઓજી પીઆઈગોહિલ સસ્પેન્ડ થતા એસઓજીની કમાન માંગરોળ ખાતે છેલ્લા દોઢ વર્ષથી ફરજ બજાવતા પીએસઆઈ શીતલ એ. સોલંકીને સોંપવામાં આવી છે. જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ એસઓજીના પીએસઆઈ શીતલ એ. સોલંકીનું પોસ્ટિંગ કરવામાં આવ્યુ છે. આમ પ્રથમ વખત એક મહિલા ફોજદારને મહત્વનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

error: Content is protected !!