ભારતીય જનતા પાર્ટી લોકસભાના કલસ્ટર પ્રભારી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થીતીમાં જૂનાગઢ ખાતે બેઠક યોજાઇ

0

જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આગામી લોકસભા ચુંટણી ૨૦૨૪ની તૈયારીના ભાગ રૂપે લેકસભાના ક્લસ્ટર પ્રભારી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતીમાં બેઠક યોજાઈ હતી. જેમાં આગામી લોકસભા ચૂંટણીમાં જનતા જનાર્દનનો સાથ મેળવી ભવ્ય વિજય સંકલ્પને સાકાર કરવા સૌએ આહવાન કર્યું હતું. બેઠકની શરૂઆતમાં લોકસભાના ક્લસ્ટર પ્રભારી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદેશમંત્રી રઘુભાઈ હુંબલ, લોકસભા બેઠક સંયોજક ચંદ્રેશભાઇ હેરમા તેમજ જૂનાગઢ શહેર પ્રભારી નીમુબેન બાંભણીયા, જૂનાગઢ શહેર પ્રમુખ પુનિતભાઇ શર્મા, જિલ્લા પ્રમુખ કિરીટભાઇ પટેલ, ગીરસોમનાથ જીલ્લા પ્રમુખ મહેંદ્રભાઇ દ્વારા દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જિલ્લા પ્રમુખ કિરીટભાઇ પટેલે શબ્દો દ્વારા સૌનું સ્વાગત કર્યુ હતું. ત્યારબાદ ગીરસોમનાથ જીલ્લા પ્રમુખ મહેંદ્રભાઇ, લોકસભા બેઠક સંયોજક ચંદ્રેશભાઇ હેરમા, પ્રદેશમંત્રી રઘુભાઈ હુંબલ તથા લોકસભાના ક્લસ્ટર પ્રભારી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું. લોકસભા બેઠક સંયોજક ચંદ્રેશભાઇ હેરમાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, આગામી ૧૦ તારીખે આપણા વિશ્વ સન્માનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ૯૧૦૦૦ આવાસોનું લોકાર્પણ કરવાના છે ત્યારે ગુજરાતની ૧૮૨ વિધાનસભામાં આ કાર્યક્રમ થવાનો છે. ત્યારે આપણા સંસદીય વિસ્તારની સાત વિધાનસભામાં પણ પાંચ હજારથી વધુ લોકોની ઉપસ્થીતીમાં આ કાર્યક્રમ યોજાય તેવી વિનંતી કરી હતી. પ્રદેશમંત્રી અને ગીર સોમનાથના પ્રભારી રઘુભાઈ હુંબલે પણ કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું. જનસંઘથી ભાજપાની યાત્રાના શરૂઆતથી જ જાેડાયેલા ભુપેન્દ્રસિંહ ચુડાસમા ધોળકા વિધાનસભાના સાત વાર ધારાસભ્ય તરીકે ચુંટાઇ આવેલા છે અને સરકારમાં લાંબા સમય સુધી કેબિનેટ મંત્રી તરીકે સેવા આપેલ છે. પ્રદેશ સંગઠનમાં પણ અનેક જવાબદારી સંભાળેલ છે અને કાર્યકરોના સન્માનીય એવા ભુપેન્દ્રસિંહ ચુડાસમા ગુજરાતના સંતો-મહંતોમાં પણ સારી ચાહના ધરાવે છે. આ બેઠકમાં તેમણે કાર્યકરોને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, દરેક કાર્યકરોએ લોકોની વચ્ચે રહેવા છેવાડાના માનવીઓનો સંપર્ક જાળવવા અને લોકો સુધી સરકારની દરેક યોજનાઓ પહોંચી શકે તેવા પ્રયત્નો કરવા પડશે. અમારા સમયમાં તો અમે અભાવમાં કામ કરેલ છે જ્યારે આજે દરેક કાર્યકરે થોડી મહેનતથી પ્રભાવમાં કામ કરવાનું છે ઢાળ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના વિચારને આગળ વધારીને આપણા વિશ્વ સન્માનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇના હાથ મજબુત કરી ભારતને પરમ વૈભવના શીખરે પહોંચાડવા માટે તેઓએ કાર્યકર્તાઓને કામ કરવા અનુરોધ કરેલ સાથે ચુંટાયેલા લોકોને ખાસ કહેલ કે આપણે જ્યારે ચુંટાઈને આવ્યા છીએ ત્યારે આપણી વિશેષ જવાબદારી બને છે કે મતદારના ફોનના ઉપડે કે મતદારને ના મળવાનું થાય તેવું આપણા તરફથી ક્યારેય ના થવું જાેઇએ તેવું સુચન કરેલ સાથે સાથે જનપ્રતીનીધીઓને કહેલ કે તમે લોકો જ્યારે ચુંટણી લડતા હતા ત્યારે કાર્યકરોએ જેમ કામ કર્યુ છે તેમ હવે તમારે પણ આવનાર લોકસભામાં બમણા જાેરથી કામ કરો તેવી પાર્ટીની અપેક્ષા છે. આ બેઠકમાં લોકસભાના ક્લસ્ટર પ્રભારી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાથે પ્રદેશમંત્રી રઘુભાઈ હુંબલ, લોકસભા બેઠક સંયોજક ચંદ્રેશભાઇ હેરમા તેમજ જૂનાગઢ શહેર પ્રમુખ પુનિતભાઇ શર્મા, જિલ્લા પ્રમુખ કિરીટભાઇ પટેલ, મહાનગર પ્રભારી, ગીરસોમનાથ જીલ્લા પ્રમુખ મહેન્દ્રભાઇ, મહાનગર મહામંત્રી ભરતભાઇ શીંગાળા, મનનભાઇ અભાણી, વિનોદભાઇ ચાંદેગ્રા જૂનાગઢ તથા ગીર સોમનાથ જીલ્લા મહામંત્રીઓ, સંગઠનના હોદ્દેદારો, સહકારી આગેવાનો, જિલ્લા અને મંડલોના વિવિધ મોરચાના હોદ્દેદારો, ચુંટાયેલા પ્રતિનિધિઓ તેમજ અપેક્ષીત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ બીજી બેઠકમાં મેયર ગીતાબેન પરમાર, સ્ટેડીંગ ચેરમેન હરેશભાઇ પરસાણા, શાશક પક્ષના નેતા કીરીટભાઇ ભીંભા, દંડક અરવીંદભાઇ ભલાણી સહીત જિલ્લાના પદાધીકારીઓ ઉપસ્થીત રહ્યા હતા. બેઠકમાં આભારવિધિ શહેર ભાજપ પ્રમુખ પુનીતભાઈ શર્માએ કરી હતી તેમ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર મિડિયા વિભાગનાં સંજય પંડ્યાની યાદી જણાવે છે.

error: Content is protected !!