આવતીકાલથી તાપમાનનો પારો ગગડતાં ઠંડી જાેર પકડશે, ૧૪ ફેબ્રુ. સુધી રહેશે અસર

0

છેલ્લા બે કે ત્રણ દિવસથી સવારે અને સાંજના સમયે વાદળછાયાં વાતાવરણ અને બપોરના સમયે તડકો પડતા હાલ મીશ્ર ઋતુનો અનૂભવતાં જૂનાગઢવાસીઓ અકળાયાં છે. ત્યારે આવતીકાલ તા.૩થી તાપમાનનો પારો ગગડતાં ફરીથી ઠંડીનું જાેર વધશે જે આગામી તા.૧૪ ફેબ્રુઆરી સુધી યથાવત રહેતાં શિયાળાની અનૂભુતી કરાવશે. જૂનાગઢ કૃષિ હવામાન વિભાગના ધીમંત વઘાસીયાના જણાવ્યા અનુસાર હાલ પશ્ચિમી વિક્ષોભ(વેસ્ટર્ન ડીસ્બન્સ)ના કારણે વાદળછાયું વાતાવરણ રહેવા પામ્યું છે. ઉપરના ભાગોમાં હિમવર્ષા પડતાં ભેજવાળા પવનો હાલ ફુંકાતાં વહેલી સવારથી બપોર સુધી અને સાંજનાં સમયે ફરીથી વાદળછાયું વાતાવરણ હાલ જાેવા મળી રહ્યું છે. ભેજાવાળા ઠંડા પવન ફુકાતાં વહેલી સવારે અને રાત્રી દરમ્યાન ઠંડીનો ચમકારો જાેવા મળી રહ્યો છે. જયારે બપોરના સમયે સુર્યનારાયણના દર્શન થતાં તડકો પડતાં ગરમીની અનૂભુતી થવાના લીધે જૂનાગઢવાસીઓ હાલ મીશ્ર ઋતુનો અનૂભવ કરી રહ્યા છે. બીજી તરફ હાલ થોડા દિવસોથી ઠંડીએ વિરામ લીધો છે. ત્યારે આગામી તા.૩થી ફરીથી ઠંડીનો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. ઉપરના ભાંગમાં વેસ્ટર્ન ડિસ્બન્સ સર્જાતાં તાપમાનો પારો ગગડશે જેથી ઠંડી જાેર પકડશે અને તાપમાન ૧પ ડિગ્રીથી નીચું રહેવા પામી શકે તેમ છે. જેથી ફરીથી શિયાળો શરૂ થતાં તા.૧૪ ફેબ્રુઆરી સુધી તાપમાન નીચું રહેવા પામશે. જૂનાગઢ શહેરના રાજમાર્ગો ઉપર લોકો ગુલાબી ઠંડીનો આનંદ લુંટતાં જાેવા મળશે.

error: Content is protected !!