ફાટક લેસ બહાને વધુ ૧૧ ગરનાળા ઉભા કરી દેવાની પેરવી સામે ભારે વિરોધ સાથે સંબંધિત તંત્રને ૧૦૧ પ્રશ્નો સાથેની યાદી બનાવી જૂનાગઢ હિત રક્ષક સમિતી દ્વારા પાઠવવામાં આવ્યો પત્ર
જૂનાગઢ શહેરની જનતા અનેક સમસ્યાઓથી ત્રસ્ત છે અને આવા સંજાેગોમાં તંત્રની અણઆવડત અને બે જવાબદારભરી કામગીરીના કારણે લોકોના પ્રશ્નો ઉકેલાતા નથી પરંતુ દિવસે દિવસે તેમાં ઉમેરો થઈ રહ્યો છે. આવા સંજાેગોમાં જૂનાગઢ શહેરને ફાટક લેસ કરવાના બહાના હેઠળ ૧૧ વધુ ગરનાળાની ભેટ મળે તેવી હિલચાલ કરવામાં આવી રહી હોવાનો જૂનાગઢ હિત રક્ષક સમિતીએ વિરોધ દર્શાવેલ છે. એટલું જ નહી મનપા પાસે જમીન કે સરકારની મંજુરીના કોઈ ઠેકાણા નથી ત્યારે ફાટક લેસના દિવાસ્વપ્નો દર્શાવવામાં આવી રહ્યા છે. જૂનાગઢ મહાનગરપાલિકા તેમજ વહિવટી તંત્રને જૂનાગઢ હિત રક્ષ સમિતીના કિરીટભાઈ સંઘવીએ ૩૩ પાનાનો પત્ર પાઠવ્યો છે અને ૧૦૧ જેટલા સવાલો પુછવામાં આવ્યા છે અને તે અંગે જવાબો આપવાની તેમજ યોગ્ય નિરાકરણ કરવાની આ પત્રમાં માંગણી કરવામાં આવી રહી છે. આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત અનુસાર, સમસ્યાઓનું શહેર તરીકે જાણીતા જૂનાગઢમાં એક પછી એક સમસ્યાઓનો ઉમેરો થતો જાય છે. શહેરીજનો રેલ્વેના હાલના ગરનાળાથી ત્રસ્ત હતા ત્યાં વળી શહેરને ફાટકલેસ કરવાના બહાને વધુ ૧૧ ગરનાળા ઉભા કરી દેવાની થઈ રહેલી પેરવી સામે જૂનાગઢ હિત રક્ષક સમિતીએ વાંધો રજુ કર્યો છે, સાથે સવાલોની જડી ફટકારી છે. આ અંગે જૂનાગઢ મહાનગરપાલિકા અને વહિવટી તંત્રને ૩૩ પાનાનો પત્ર પાઠવી જૂનાગઢ હિત રક્ષક સમિતીના કિરીટભાઈ સંઘવીએ જણાવ્યું છે કે, શહેરની વર્ષો જુની અને માથાના દુઃખાવા સમાન સમસ્યા છે. શહેરમાંથી પસાર થતા ૭થી વધુ રેલ્વે ફાટકો. આ રેલ્વે ફાટકોને દુર કરવાનું શહેરીજનોને દિવાસ્વાપ્ન બતાવાઈ રહ્યું છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે, આમાં બકરૂ કાઢતા ઉંટ પેઠું જેવો તાલ સર્જાઈ શકે છે. હાલના ગરનાળાનો ત્રાસ ઓછો છે કે ફાટક લેસના બહાને વધુ ૧૧ ગરનાળા ઉભા કરી દેવામાં આવે ? ખાસ તો મનપાએ અન્ડરબ્રિજ કે ઓવરબ્રિજ માટે પોતાની જમીન ફાળવવા માટે કોઈ ઠરાવ કર્યો હોવાનું પણ જાણવા મળ્યું નથી. કારણ કે, આરટીઆઈમાં માત્ર રેલ્વેના જાેઈન્ટ મિટીંગની પ્રોસીડિંગની જ નકલ અપાઈ છે. માટે જાે મનપાએ આવો કોઈ ઠરાવ કે વહિવટી રીતે આ પ્રોજેકટમાં રાજય સરકારની પણ મંજુરી જરૂરી હોય છે. જયારે આરટીઆઈમાં આપેલી માહિતી મુજબ કલેકટરે કે રાજય સરકારે આ બાબતે કોઈ એનઓસી આપી હોવાનું જણાતું નથી. માટે શહેરને રેલ્વે ફાટકલેસ કરવાની વાતો માત્ર દિવાસ્વપ્નો જ બતાવી રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે. આવા તો કુલ ૧૦૧ પ્રશ્નો છે જેની યાદી બનાવી મહાનગરપાલિકા અને વહિવટી તંત્રને મોકલી તેનો જવાબ મંગાયો છે. રેલ્વે ગરનાળા સૌથી મોટી સમસ્યા છે. ત્યારે આમાં બે વાત આવે છે. એક ગરનાળા બનાવવા અને બીજું પિલર ઉપર ટ્રેન કે ગરનાળા બનશે કે નહી ? જાે પિલર ઉપર ટ્રેન દોડાવવાના હોય તો તેના નકશા જાહેર કરવા જાેઈએ. આ ઉપરાંત ગિરનાર પર્વતના વિકાસ માટેની ૧૦૦ કરોડથી વધુની ગ્રાન્ટ કયા વપરાશે, સાયલન્ટ ઝોન જાહેર કરવા આખરી જાહેરનામું કયારે બહાર પડશે, આ ઉપરાંત અશાંત ધારો બહાર પાડવા નોટિફિકેશન કયારે બહાર પડશે, બાંધકામ ગેરકાયદેસર હોય તો જ ર૬૦(ર)ની નોટિસ આપી હોય જેનો મતલબ બાંધકામ તોડી પાડવાના હોય છતાં શા માટે તોડી પડાતા નથી, વોકળા દબાણના કારણે શહેરમાં જળતાંડવ થયું હતું ત્યારે સીએમની સુચના બાદ ૧૦૭ને નોટિસ મોકલી છે તેના દબાણો કેમ તોડી પડાતા નથી, વોકળાનો પટ ઉંડો કરવાની કામગીરી ખાનગી એજન્સીને શા માટે અપાઈ, મનપા કેમ કરી ન શકે, કાળવાના વોકળાના મકાનો દુર કરાયા તો કાંઠે ઉભલા બિલ્ડીંગો કેમ તોડાતા નથી, વોકળાનો રેકર્ડ હોય તો રેકર્ડમાં જણાવ્યા મુજબ હાલમાં લંબાઈ, પહોળાઈ છે કે નહી, વોકળાથી ચોક્કસ અંતર સુધી બાંધકામ થઈ શકે નહી તેમ છતાં મંજુરી આપી હોય તો તેની સામે પગલા લેવાશે, નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનમાં શું કરવાના છે અને કયારે કામ પુર્ણ થશે તેની જાણ જનતાને કયારે કરાશે, કોર્પોરેટરને અપાયેલ ભથ્થા, પગાર વગેરેનું સ્ટેટમેન્ટ જાહેર કરવું જાેઈએ અને પગાર ભથ્થા ન લેતા લોકોના નામ પણ જાહેર કરવા જાેઈએ, જયાં ભુગર્ભ ગટરનું કામ કરવાનું હોય ત્યાં ૧૦ દિવસ પહેલા જાણ કરવી જાેઈએ, સીટી બસ સેવા કયારે શરૂ કરાશે સહિતના ૩૩ પેઈજમાં ૧૦૧ સવાલો કરવામાં આવ્યા છે અને જાહેર જનતા સમક્ષ જણાવવા પત્રમાં જણાવેલ છે.