માણાવદર નગરપાલિકાના પુર્વ પ્રમુખ અને કપાસના દલાલ સાથે ૯.૩૦ લાખની ચીલઝડપ : ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ

0

ધોળા દિવસે બનેલા બનાવને પગલે સમગ્ર પંથકમાં ચકચાર : આરોપીને ઝડપી લેવા તપાસનો ધમધમાટ

 

જૂનાગઢ જીલ્લાના માણાવદર-વંથલી હાઈવે ઉપર બનેલા એક બનાવમાં માણાવદર નગરપાલિકાના પુર્વ પ્રમુખ અને કપાસના દલાલ એવા દિનેશભાઈ કાલરીયાના હાથમાંથી રૂા.૯,૩૦,૦૦૦ની રોકડ વાળુ ઝબલું ઝુંટવી લઈ ત્રણ આરોપીઓ મોટરસાઈકલમાં બેસી નાસી ગયાનો બનાવ બનાવા પામેલ હતો. આ બનાવ ધોળા દિવસે બનતા સનસનાટી મચી જવા પામી છે. દરમ્યાન આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓનો કાફલો બનાવના સ્થળે દોડી જઈ તપાસની કામગીરી હાથ ધરી છે તેમજ ચીલ ઝડપ કરી નાસી જનાર આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે. આ બનાવ અંગે માણાવદર પોલીસે આપેલી વિગત અનુસાર, માણાવદર નગરપાલિકાના પુર્વ પ્રમુખ અને કોટન સિડસ બ્રોકર્સની ધોળે દિવસે રૂા.૯.૩૦ લાખની ચીલઝડપના બનાવમાં મળેલી વિગત અનુસાર માણાવદર નગરપાલિકાના પ્રમુખ અને ભાજપના આગેવાન દિનેશભાઈ ગોવિંદભાઈ કાલરીયા કોટન સિડસ બ્રોકર્સ તરીકે વ્યવસાય કરે છે અને તેઓને અનેક મિલોમાં પૈસાની લેતી-દેતી માટે જવાનું થતું હોય છે ત્યારે ગઈકાલે સાંજના પાંચેક વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી રૂા.૯.૩૦ લાખ જેવી રકમ લઈને જૂનાગઢ રોડના ભાલેચડા ડેમ પાસે આવેલ સનલાઈટ જીનીંગ ફેકટરીમાં આ પેમેન્ટ આપવા જતા હતા ત્યારે તે અરસામાં કોઈ ત્રણ અજાણ્યા શખ્સો દિનેશભાઈ કટારીયાને આઈટીઆઈ કોલેજ પાસે પોતાની ગાડીમાંથી પછાડી ગાડીના હેન્ડલ ઉપર રહેલી ૯.૩૦ લાખની રકમની ચીલઝડપ કરીને નાસી છુટયા હતા. આ બનાવની જાણ થતા જ કેશોદ ડીવાયએસપી બી.સી. ઠકકર, પીએસઆઈ ડી.એચ. વાળા અને કાફલો બનાવના સ્થળે પહોંચી ગયો હતો. સીસીટીવીના ફુટેજ મેળવીને ચેકિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. ઈજાગ્રસ્ત બનેલા દિનેશભાઈને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. દરમ્યાન આ બનાવ અંગે દિનેશભાઈ ગોવિંદભાઈ કાલરીયા પટેલ(ઉ.વ.૬૧)એ અજાણ્યા ત્રણ શખ્સો વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના ફરિયાદી તેમની સાઈન કંપનીની મોટર સાયકલ નંં. જીજે-૧૧-બીપી-૩ર૯૩ની લઈને ગુણાતીત મીલમાંથી રૂા.૯,૩૦,૦૦૦/-નંુ કપાસનું પેમેન્ટ લઇ પ્લાસ્ટીકના ઝભલામાં રાખી તે પેમેન્ટનું ઝભલું આગળ ટાંકી ઉપર બન્ને પગ વચ્ચે રાખી અને જૂનાગઢ રોડ ઉપર સનલાઇટ કોટેક્ષ મીલમાં ઉમેશભાઇ વિઠ્ઠલભાઇને તેઓને ખેડુતોને આપવાનું પેમેન્ટ રૂા.૯,૩૦,૦૦૦/- દેવા જતા હતા ત્યારે માણાવદર આઇટીઆઇ તથા ગૌશાળાથી થોડે આગળ જાંબુડા ગામના કાચા રસ્તે જવાના નાકા પાસે પહોચતા ત્યાં એક અજાણી નંબર ખબર નથી તે મોટર સાયકલમા ડબલ સવારીમાં બે આરોપીઓ આવી ફરીયાદીને મો.સા. ચાલકએ ચાલુ બાઇકે પગથી લાત મારી ધકકો મારી નીચે પછાડી દીધેલ અને જેમાં ફરીયાદીનો ડાબો પગ મોટર સાયકલ નીચે આવી જતા ત્યાં અગાઉથી ઉભેલ માણસ ફરીયાદી પાસે આવી ફરીયાદી પાસે રહેલ રોકડ રૂા.૯,૩૦,૦૦૦/-નું ઝભલુ જુંટવી લઇ ત્રણેય આરોપીઓએ મો.સા.માં બેસી નાશી જઇ એકબીજાએ મદદગારી કરી ગુન્હો કર્યા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ કલમ ૩૭૯(એ)(૩), ૧૧૪ મુજબ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ માણાવદરના ઈન્ચાર્જ ડી.એચ. વાળા તપાસ ચલાવી રહ્યા છે.

error: Content is protected !!