જૂનાગઢના વાડલા ફાટક પાસે પલ્ટી મારી ગયેલ ટ્રકમાં આગ લાગતા ડ્રાવઈરનું થયેલું મૃત્યું

0

જૂનાગઢ શહેરના વાડલા ફાટક નજીક અકસ્માતમાં એક બનેલા બનાવમાં પલ્ટી મારી ગયેલા કોલસા ભરેલા ટ્રકમાં આગ ભભુકી ઉઠતા ટ્રક ડ્રાઈવર ભડથું થઈ ગયાનો બનાવ બનતા અરેરાટી વ્યાપી ગઈ હતી. આ બનાવ અંગે સી ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર, રાજસ્થાન રાજયના ગીડા ગામનો ઉદારામ ડુગરારામ ગોડરા ચૌધરી(ઉ.વ.૩૬) જીજે-૧ર-એડબલ્યુ-૧૪૬પ નંબરના ટ્રકમાં કોલસી ભરીને જઈ રહ્યો હતો. ત્યારે વાડલા ફાટક પાસે પહોંચતા ટ્રકને અકસ્માત નડયો હતો. ટ્રક એક પીપળના ઝાડ સાથે ટકરાઈ હતી બાદમાં ર૦ ડગલા દુર બીજા ઝાડ સાથે ટકરાઈને પલ્ટી મારી ગયો હતો. આ સાથે જ ટ્રકમાં આગ ભભૂકી ઉઠી હતી. જેમાં ટ્રક ડ્રાઈવર પણ ભડથું થઈ ગયો હતો. અકસ્માત એટલો જાેરદાર હતો કે ટ્રકનો બુકડો બોલી ગયો હતો. બાદમાં આગ લાગતા ટ્રકનો આગળનો ભાગ તો હાડપિંજર જેવો બની ગયો હતો. ટ્રકના અકસ્માતની જાણ થતા લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા. દરમ્યાન એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, બેફામ સ્પિડમાં ટ્રક જઈ રહ્યો હતો જેની ઝાડ સાથે ટક્કર થયા બાદ ટ્રક પલ્ટી મારી ગયો હતો. બાદમાં ડિઝલની ટાંકી ફાટતા આગ ભભૂકી ઉઠી હતી. આ અંગેની જાણ થતા ફાયર ટીમ તુરત સ્થળ ઉપર દોડી જઈ આગને કાબુમાં લીધી હતી. આ બનાવ અંગે સી ડીવીઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!