ખંભાળિયાના ધારાસભ્યથી રાજકીય કારકિર્દીની શરૂઆત કરનારા પૂનમબેનને સતત ત્રીજી વખત સાંસદની ટિકિટ મળતા ખંભાળિયા પંથકના કાર્યકરોમાં આવકાર સાથે ઉત્સાહ

0

ગુજરાત રાજ્ય સાથે સમગ્ર ભારતના જુદા જુદા જિલ્લાઓના ૧૯૫ ઉમેદવારોને આગામી લોકસભાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકેના નામોની શનિવારે થયેલી વિધિવત જાહેરાતમાં ખંભાળિયાના તત્કાલીન ધારાસભ્ય અને વર્તમાન સાંસદ પૂનમબેન માડમને સતત ત્રીજી વખત લોકસભાની ટિકિટ જાહેર થતા આ બાબતને ખંભાળિયા સહિત જિલ્લાના રાજકીય આગેવાનો તથા કાર્યકરોએ આવકારી અને ખુશી વ્યક્ત કરી હતી. વર્ષ ૨૦૧૨માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તોતિંગ લીડ મેળવીને ધારાસભ્ય બનેલા યુવા મહિલા અગ્રણી કાર્યકર પુનમબેન માડમે વર્ષ ૨૦૧૪માં પણ નોંધપાત્ર લીડ સાથે સાંસદ તરીકેનું હાલાર પંથકનું સુકાન સંભાળ્યું હતું. આ પછી વર્ષ ૨૦૧૯ માં પણ તેમણે પોતાનું જીતનો સિલસિલો જારી રાખીને હાલારની જનતાનો અવાજ બની સૌના દિલમાં ખાસ સ્થાન મેળવી લીધું હતું. ત્યારે દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સ્મૃતિ ઇરાની, સહિતના દિગ્ગજ નેતાઓની શનિવારે આગામી લોકસભાની ચૂંટણીમાં જાહેર થયેલી ૧૯૫ ઉમેદવારોની નામાવલીમાં ગુજરાતના પણ ૧૫ ઉમેદવારો પૈકી જામનગરના લોકસભાના ઉમેદવાર તરીકે પૂનમબેન માડમને સતત ત્રીજી વખત વિધિવત રીતે જાહેરાત કરવામાં આવી છે. જામનગર – દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર તરીકે પૂનમબેન માડમના નામની જાહેરાત થતા સમગ્ર પંથકના આગેવાનો, કાર્યકરો સાથે આમ જનતામાં પણ આવકાર સાથે ઉમંગની લાગણી જાેવા મળી હતી. ખંભાળિયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, જિલ્લા પ્રમુખ મયુરભાઈ ગઢવી, મહામંત્રી યુવરાજસિંહ વાઢેર, રસિકભાઈ નકુમ, છેલ્લા યુવા પ્રમુખ વનરાજસિંહ વાઢેર, જિલ્લા પંચાયતના પી.એસ. જાડેજા, ખંભાળિયા શહેર પ્રમુખ અનિલભાઈ તન્ના, તાલુકા ભાજપ પ્રમુખ સી.એલ. ચાવડા, જિલ્લા મંત્રી રાજુભાઈ સરસિયા, અને નિમિષાબેન નકુમ, ખંભાળિયા નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણી તથા યોગેશભાઈ મોટાણી, શહેર મહામંત્રી ઇન્દ્રજીતસિંહ પરમાર, સહિતના આગેવાનો તથા કાર્યકરોએ આવકારી, અને આ ચૂંટણીમાં અહીંથી પૂનમબેનને પાંચ લાખની લીડ અપાવવાની ખાતરી આપી આવકાર સાથે તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે ગત સાંજે અહીંના જિલ્લા ભાજપ કાર્યાલય દ્વારકેશ કમલમ ખાતે પુર્વ મહામંત્રી દિનેશભાઈ દત્તાણી, કોર્પોરેટર જગુભાઈ રાયચુરા, રાજ પાબારી, લાલજીભાઈ ભુવા વિગેરેએ તેઓને ઢોલ નગારા સાથે પુષ્પગુચ્છ વડે આવકારી, સ્મૃતિચિહ્ન અર્પણ કરી, ખુશી વ્યક્ત કરી હતી.

error: Content is protected !!