ખંભાળિયાની શહેર તથા આસપાસના વિસ્તારોમાં નિયમિત રીતે સેવાકીય પ્રવૃતિઓ કરતી સંસ્થા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ઉપક્રમે તાજેતરમાં અત્રે ચાર રસ્તા વિસ્તારમાં આવેલી રાધે હોસ્પિટલ ખાતે વિના મૂલ્યે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટની જાણીતી એચ.સી.જી. હોસ્પિટલના સહયોગથી યોજવામાં આવેલા આ કેમ્પમાં ઈ.એન.ટી., સ્પાઇન, જાેઈન્ટ રિપ્લેસમેન્ટ, વિગેરે રોગોના સર્જન ડોક્ટરોએ ઉપસ્થિત રહી અને દર્દીઓને વિનામૂલ્યે જરૂરી માર્ગદર્શન આપી સૂચનો કર્યા હતા. આ કેમ્પમાં ૮૦ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. આ આયોજનને સફળ બનાવવા માટે રેડક્રોસ સંસ્થાના ડિસ્ટ્રિક્ટ ચેરમેન કિરીટભાઈ મજીઠીયા, કોર્પોરેટર મહેશભાઈ રાડિયા, મૌલિકભાઈ વાયા, શ્રેયસ મજીઠીયા, ચેર પર્સન ડોક્ટર પિયુષ કણજારીયા, વિગેરેએ જહેમત ઉઠાવી હતી. આ કેમ્પની સફળતા બદલ આયોજકો દ્વારા સર્વેનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.