જલારામ બાપાની પુણ્યતિથિ નિમિત્તે કાલે સલાયામાં રોટલાના અન્નકૂટ દર્શન તથા મહા આરતી

0

આગામી મંગળવાર તારીખ ૫ ના રોજ સંત શિરોમણી પૂ. જલારામ બાપાની ૧૪૩ મી પુણ્યતિથિ નિમિત્તે ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આવેલા જલારામ મંદિર ખાતે ૧૧૧ પ્રકારના રોટલાના અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોટલા હાપા સ્થિત જાણીતા શ્રી જલારામ મંદિરેથી બનીને આવશે. જેના દર્શન મંગળવારે સાંજે ૫ થી ૭ વાગ્યા સુધી ખુલ્લા રહેશે. સલાયાના અગ્રણી લાલજીભાઈ ભુવા દ્વારા આયોજિત સાંજે ૭ વાગ્યે પૂ. જલારામ બાપાની મહા આરતી બાદ ડી.જે.ના સથવારે બહેનો દ્વારા રાસ ગરબા રજૂ કરવામાં આવશે. કાર્યક્રમના અંતે આ રોટલાના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. આ ધર્મમય આયોજનોમાં સહભાગી થવા મુખ્ય આયોજક લાલજીભાઈ ભુવા દ્વારા સર્વે ભક્તોને અનુરોધ કરાયો છે.

error: Content is protected !!