જૂનાગઢમાં ખાનગી સ્કુલમાં ભણતા ધો.રના વિદ્યાર્થીઓને શિક્ષીકાએ મોઢે પટ્ટી મારી ‘પનીસમેન્ટ’ આપી ! ચકચાર

0

આ બનાવ અંગે વિદ્યાર્થીના વાલી દ્વારા ઉચ્ચકક્ષાએ રજુઆત કરાઈ

જૂનાગઢ શહેરમાં શિક્ષણ જગતને લાંછન લગાડતી ઘટના બની છે. જેમાં પ્રાયમરી શાળામાં બનેલા બનાવમાં વર્ગખંડમાં વાતો કરી રહેલા ધો.રના બે બાળકોને શિક્ષીકા દ્વારા સજા કરવાના રૂપે બે કલાક સુધી પાર્સલમાં વપરાતી બ્રાઉન કલરની ટેપપટ્ટી મોઢે ચીપકાવી દીધી હોવાનો બનાવ બનતા ચકચાર જાગી ઉઠી છે. આ બાળકના વાલી દ્વારા ઉચ્ચકક્ષાએ ફરિયાદ અને રજુઆત કરી હોવાનું જાણવા મળે છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર, જૂનાગઢમાં દાતાર રોડ ઉપર રહેતા નજીરભાઈ કાસમભાઈ મલેક(ઉ.વ.૩૮)એ આ અંગે એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આપેલી લેખિત ફરિયાદમાં એવું જણાવ્યું છે કે, તેમને સંતાનમાં બે દીકરા છે, જેમાં નાનો દીકરો શાહીન(ઉ.વ.૯) જે કડીયાવાડમાં આવેલી વેલકમ પ્રાયમરી સ્કુલમાં ધોરણ-રમાં અભ્યાસ કરે છે. ગત તા.૧૭ ફેબ્રુઆરીના બપોરે ૧ર વાગ્યે શાહીન ભણવા માટે શાળાએ ગયેલ હતો અને તેમની ટીચર જેનું નામ દિપ્તી મેડમ છે. જે બપોરે ર વાગ્યે મારા દીકરાને કોઈ નાની એવી બાબતમાં મોઢે બે કલાક સુધી ટેપ પટ્ટી લગાડી દીધેલ અને બોલવા ન દીધેલ અને મારા દીકરાને છાતીમાં દુઃખવા માંડયું અને અમને આવીને વાત કરેલ હતી. જેથી અમો સ્કુલે ગયેલ અને તેના પ્રિન્સિપાલને વાત કરેલ તો તે જય સરએ અમોને એવું કહ્યું કે, અમારી સ્કુલમાં તો આમ જ રહેશે તમારા છોકરાનું એલસી લઈ જાવ, બે મહિના પછી અમારા છોકરાની પરીક્ષા આવે છે, તો દીપ્તી મેડમ સામે યોગ્ય પગલા ભરવા માટે લેખિતમાં અરજી આપી હતી. શાહીનની સાથે તેના મિત્ર જતીન નામના વિદ્યાર્થીને પણ શિક્ષિકાએ મોઢે ટેપ મારી દીધી હતી. આ અંગે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને પણ ફરિયાદ કરવામાં આવી છે. દરમ્યાન આ બનાવ અંગે વિદ્યાર્થી શાહીને જણાવ્યું કે, તે દિવસે વર્ગખંડમાં વિદ્યાર્થીઓ રીસેસના સમયે બોલાવ્યા હતા અને બે કલાક સુધી એટલે બપોરના ર વાગ્યાથી ૪ વાગ્યા સુધી(સ્કુટ છુટી ત્યાં સુધી) મોઢે ટેપપટ્ટી લગાવી દીધી હતી. જેથી તેને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી અને છાતીમાં દુખાવો થતો હતો. ત્યારે સ્ટાફે ધ્યાન આપવાને બદલે શાહીનને એવું કહ્યું કે, માતા-પિતાને વાત કરશો તો આનાથી વધુ આકરી સજા આપશે તેવી ધમકી પણ આપી હતી. જેથી ઘરે આવીને બાળકે સઘળી વાત માતા-પિતાને કરી હતી. દરમ્યાન ઉપરોકત બનાવ અંગે શાળાના પ્રિન્સિપાલ દ્વારા એવું જણાવવામાં આવેલ હતું કે, આ શનિવારનો બનાવ હતો તે દિવસે શાહીન અને તેનો મિત્ર બંને વિદ્યાર્થીઓ કલાસમાં ખુબ જ વાતો કરતા હોવાથી તેમના ટીચરે ફરિયાદ કરી હતી. જેથી પહેલા તે બંનેને અલગઅ-અલગ બેસાડવાનું કહ્યું હતું તેમ છતાં બંને ખુબ જ વાતો કરતા હોય અને અન્ય વિદ્યાર્થીઓને અભ્યાસમાં ખલેલ કરતા હોય તેવી ફરીથી ટીચરે ફરિયાદ કરતા રીસેસના સમયે બપોરે રઃ૩૦ વાગ્યે તેને બોલાવ્યો અને તેનું ભણતર ખરાબ ના થાય જેથી કલાસમાંથી બહાર પણ ના કાઢવો પડે અને તેનું બોલવાનું પણ બંધ રહે જેથી તેને મોઢે ટેપ મારી હતી અને શાળા છુટવાના સમય પહેલા ૩ઃ૪પ એ તે કાઢી લીધી હતી. તે પટ્ટી પણ સાવ પાતળી અને હાથેથી નીકળી જાય તેવી હતી તેવો ખુલાસો કરવામાં આવ્યો છે. બીજી તરફ આ બનાવને પગલે સારી એવી ચકચાર જાગી ઉઠી છે.

error: Content is protected !!