જૂનાગઢના સાબલપુર ચોકડીએ અકસ્માતમાં પતિની નજર સામે પત્નીનું મોત

0

જૂનાગઢની સાબલપુર ચોકડી ખાતે એક ટ્રક ચાલકે પુરપાટ ઝડપે હંકારી સર્કલમાં એક બાઈક ઉપર સવાર પરિવારને ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો. ઘટનાના પગલે પરિવારનો માળો વિખેરાતા પત્નીનું મોત નિપજ્યું છે. જૂનાગઢ તાલુકા પોલીસ મથકે મેહુલ રમેશભાઈ ધરજીયાએ નોંધાવેલ ફરિયાદનુસાર તેમના પત્ની અને બાળકી સાથે ડુંગરપુરથી જેતપુર જવા માટે બાઈક ઉપર નીકળ્યા હતા. દરમ્યાન સાબલપુર ચોકડી ખાતે વળાંકમાં પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રકના ચાલકે બાઈકને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેના પગલે તેમને માથાના, શરીરના, હાથ-પગના ભાગે ગંભીર ઈજા થઈ હતી. તેમજ તેમની દીકરી માહીને સામાન્ય ઈજા થવા પામી હતી. દરમ્યાન તેમના પત્ની સોનલબેન મેહુલભાઈ ધરજીયા(ઉ.વ.ર૮)ને માથા તથા કાનના ભાગે ગંભીર ઈજા પહોંચતા લોહી વહેતું થતા ૧૦૮ મારફતે જૂનાગઢ સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ફરજ ઉપરના તબીબે તેમને મૃત જાહે કર્યા હતા.

error: Content is protected !!