ખંભાળિયામાં ચિલ્ડ્રન હોમ ખાતે “નશામુક્ત ભારત અભિયાન” વિષયે જનજાગૃતિ સેમિનાર યોજાયો

0
ખંભાળિયામાં ચિલ્ડ્રન હોમના પ્રાર્થના હોલ ખાતે સખીમંડળની બહેનો, અને મહિલા મંડળની બહેનો, માસ્ટર વોલ્યન્ટીયર, સ્પેશલ એડયુકેટરો, સ્વયં સેવી સંસ્થા ઓના પ્રતિનિધિઓ, દિવ્યાંજનો, બાળ વન સ્ટોપ સખી સેન્ટર, પી.બી.એસ.સી., 181ના કર્મચારીઓ માટે ભારત સરકારના નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત “નશામુક્ત ભારત અભિયાન” વિષય પર એક દિવસીય જનજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
        આ સેમિનારમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ડો. પ્રાર્થના શેરસીયા દ્વારા નશાના ગેરફાયદા, નશાના કારણે થતુ આર્થિક, સામાજિક અને માનસિક નુકશાન વિશે માહિતી આપવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાને નશામુક્ત કરવા આહવાન કર્યુ હતુ, તેમજ ભારત સરકારની “નેશનલ એક્શન પ્લાન ફોર ડ્રગ્સ ડિમાન્ડ રીડક્શન સ્કીમ” વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
        પ્રોબેશન ઓફિસર વિવેકભાઈ દ્વારા નશાકારક પદાર્થો અને માદક દ્રવ્યોના દુરુપયોગના કારણે થતી શારીરીક, માનસિક, સામાજીક ખરાબ અસરો વિશેની અસરો પર વ્યાખ્યાન આપવામાં આવ્યુ હતું. અહીં નશામુક્તિ વિશેની ટુંકી ફિલ્મ બતાવવામાં આવી હતી. સેમિનારમાં બાળ સુરક્ષા, સમાજ સુરક્ષાની વિવિધ યોજનાની માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
        આ કાર્યક્રમમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી પ્રકાશભાઈ, અધિક્ષક મેરુભાઈ, દિવ્યાંગ સંસ્થાના અગ્રણી પ્રવીણભાઈ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
error: Content is protected !!