અમેરિકામાં સર્વોચ્ચ સપાટીએ સોદાઃ વિશ્વમાં સૌથી મોટો ગ્રાહક ચીન છે

0

ઔદ્યોગીક માંગમાં થયેલા સુધારા અને તંગ પુરવઠાની સ્થિતિને કારણે ૨૦૨૪ ના વર્ષમાં કોપરના ભાવ ૧૯-૨૦ ટકા વધીને બે વર્ષની ઉચી સપાટીએ પહોંચ્યા હતા. એલએમઈ ખાતે કોપરનાં ભાવમાં બુધવારે પાંચ ટકાનો ઉછાળો આવ્યો હતો.જયારે અમેરીકામાં ભાવ સર્વોચ્ચ સપાટીએ ટ્રેડ થતાં હોવાના રિપોર્ટ મળતા હતા.
વિશ્વના સૌથી મોટા મેટલ એકસચેંજ લંડન મેટલ એકસચેંજ (એલએમઈ) પર પણ બે વર્ષની ઉંચી સપાટીએ ટ્રેડ થતાં હતા તો અમેરીકામાં સીએમઆઈ, ચીનનાં શાંધાઈ મેટલ એકસચેંજ અને ભારતમાં તેને પગલે ભાવમાં ઝડપી ઉછાળો નોંધાયો હતો. છેલ્લા પાંચ મહિનાથી તાંબાના ભાવમાં તેજીનું વાતાવરણ રહ્યૂં છે. જેને પગલે ભાવમાં લગભગ ૨૦ ટકાની તેજી આવી હોવાનું જાણકારોનું કહેવુ હતું.
એલએમઈ ભાવ ટને ૧૦,૨૦૦ ડોલરની સપાટીએ પહોંચ્યા છે. અગાઉ સર્વોચ્ચ ભાવ ૧૦,૮૪૫ ડોલર હતા. અમેરીકામાં સીએમઈ ખાતે કોપરના ભાવ પણ એલએમઈ કરતાં ત ૩૦૦ ના પ્રિમીયમે ભાવે ટ્રેડ થઈ રહ્યા છે. જે દર્શાવે છે કે અમેરીકાની માંગમાં સુધારો થઈ રહ્યો છે.
રોકાણકારો ઔદ્યોગીક માંગને ધ્યાનમાં લઈને લાંબા ગાળા માટે તેજીમાં છે અને માર્ચથી સીએનઆઈ કોપર ઈન્ડસ્ટ્રીઝમાં ૩૦ ટકાનો ઘટાડો થયો હોવાથી પુરવઠો તંગ બન્યો છે. ચીનમાં નવા રાહતના પગલાથી પણ કોપરની તેજીને વેગ મળ્યો છે.

error: Content is protected !!