ઉપરકોટ કિલ્લામાં એન્ટ્રી, ફૂડ, ગેમ્સ તથા સર્વિસેસ ૩ સાથે ૧ ફ્રી

0

લોકસભાના મતદાન ઉપલક્ષે ઉપરકોટ કિલ્લા, મહાબત મકબરા, એન્ટીક કોઈન મ્યુઝીયમ – મજેવડી ગેટ તથા સરદાર ગેટ ગેલેરીની પ્રવેશ ટિકિટ ઉપર ૩ સાથે ૧ ફ્રીની ઘોષણા કરવામાં આવી છે. તેની સાથો-સાથ આ જગ્યાઓ એ ઉપલબ્ધ તમામ સેવાઓ તથા અન્ય ઘણી પ્રોડકટ્‌સ ઉપર ૩ સાથે ૧ ફ્રીની સ્કીમ તા.૭ મે ૨૦૨૪ સુધી લાગુ રહેશે. સવાણી હેરીટેજ કઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડના જનરલ મેનેજર રાજેશ તોતલાણીએ જણાવ્યું કે ગુજરાત ટુરિઝમ તથા જૂનાગઢ મહાનગરપાલિકાના સહયોગથી મતદાનને પ્રોત્સાહિત કરવા માટે અમે આ સ્કીમ જાહેર કરી છે. આંગળી ઉપર મતદાન ચિહ્ન તથા ઓળખ કાર્ડ બતાવવા ઉપર ૩ સાથે ૧ ફ્રી મળશે. જેમાં એન્ટ્રી ટિકિટ, ઈ વ્હીકલ, લોકર, છત્રી, ગાઇડ્‌સ સર્વિસીસ, સાયકલ હોય કે દાબેલી, સોડા, ફ્રેન્ચ ફ્રાઈસ હોય કે ગેમ્સ હોય આ બધા ઉપર મતદાન કરેલા જાગૃત નાગરિકો આનો લાભ લઈ શકશે. દરેક નાગરિકને અમારી અપીલ છે કે તમે પોતાનો મત પોતાની પ્રાથમિક ફરજ સમજીને ચોક્કસપણે આપો અને ભારત દેશના આર્થિક, સામાજિક અને સર્વાંગી વિકાસમાં તમારો ફાળો આપવા એક યાદીમાં જણાવેલ છે.

error: Content is protected !!