જૂનાગઢ સહિત સોરઠમાં સવારે ઘટાડો થાય બાદ બપોરે તાપમાનનો પારો ૪૦.૨ ડિગ્રીએ સ્થિર રહ્યો હતો. પરંતુ વાદળછાયું વાતાવરણ રહેતા ગરમી ઘટી હતી. રવિવારની સવારે શહેરનું લઘુતમ તાપમાન ૨૬.૫ ડિગ્રી અનેરાત્રિનું તાપમાન ૨૭.૬ ડિગ્રી રહ્યા બાદ સોમવારે લઘુતમ તાપમાનનો પારો ઘટીને ૨૫.૭ ડિગ્રી નોંધાયું હતું. સવારનું તાપમાન ઘટવાની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને ૮૦ ટકાએ પહોંચી જતા અને વાદળછાયું વાતાવરણ પણ થઈ જતા બફારો વધ્યો હતો. લઘુતમ તાપમાનની જેમ મહતમ તાપમાન સતત બીજા દિવસે પણ ૪૦.૨ ડિગ્રી રહ્યું હતું અને વાતાવરણમાં ભેજ ૨૮ થઈ જતાં ઉકળાટ વધ્યો હતો. જ્યારે પવનની ઝડપ પ્રતિ કલાકે વધીને ૭.૫ કિલોમીટરની થઈ ગઈ હતી.