ચૈત્ર વદ અમાસને બુધવાર તા.૮-પ-ર૦ર૪ના દિવસે બુધવારી અમાસ છે. અમાસ તિથી સવારના ૮ઃ૧ર કલાક સુધી છે પરંતુ ઉદીયાન તિથી આખો દિવસ ગણાય આથી બુધવારે આખા દિવસ કરેલા પુજા-પાઠનું ફળ બુધવારી અમાસનું ગણાશે. ખાસ કરીને કારતક ચૈત્ર અને ભાદરવો મહિના પિતૃઓના ગણાય છે અને આ મહિનામાં જાે બુધવારી અમાસ આવે તો તે દિવસ પિતૃ ઉપાસના માટે ઉત્તમ ગણવામાં આવે છે. બુધવારી અમાસના દિવસે સવારના નિત્ય કર્મ કરી અને ત્યારબાદ શ્રી કૃષ્ણ ભગવાનની પુજા કરવી ત્યારબાદ મંદિરે જઈ મહાદેવજીને જળ ચડાવી પીપળે દિવો અથવા અગરબતી કરી પાણી રેડવું. ધુમાં કાળા તલ પધરાવી અને તે પણ રેડી શકાય. પીપળાની પ્રદક્ષીણા ફરી પિતૃઓને પ્રાર્થના કરવી. આખો દિવસ ઉપવાસ અથવા એકટાણું રહેવું. વ્રતનું ફળ પિતૃઓને અર્પણ કરવાથી પિતૃઓને મોક્ષ ગતી મળશે અને પિતૃઓના આર્શીવાદ મળશે ગાયને ઘાસ નાખવું બ્રાહ્મણ ભોજન કરાવું ઉત્તમ ગણાય છે. બુધવારી અમાસના દિવસે જન્મકુંડળીમાં જાે ગ્રહણ યોગ, શ્રાવિતદોષ હોય રાહુ અશુભ હોય તો આ દિવસે શાંતી કરાવી, જપ કરવા તુરંત ફળ આપનાર બને છે. આ દિવસે નિર્થ સ્નાન, પિતૃતર્પણ, પિતૃ કાર્યો પણ વધારે ફળ આપનાર બને છે.
– શાસ્ત્રી રાજદીપ જાેષી(વૈદાંત રત્ન)