તાજેતરમાં સંયુકત રાષ્ટ્ર સંઘની આંતર રાષ્ટ્રીય સ્તરે યોજાયેલ વિવિધ વિષયની મહિલા સમિટમાં વુમન ઇન લોકલ ગર્વમેનટ ઇન ઇન્ડીયા લીડ થ વે” વિષય સાથે ભારતમાંથી ત્રણ વિચક્ષણ પંચાયતીરાજની મહિલા પ્રતિનિધિ નીરૂ યાદવ(રાજસ્થાન), સુપ્રિયા દાસગુપ્તા તેમજ કનુક હેમકુમારી(આંધપ્રદેશ) નામે પ્રતિનિધિત્વ કરી ભારતના ગ્રામીણ વિકાસમાં પંચાયતીરાજના માધ્યમથી મહિલા જનભાગીદારી અને સર્વાગી વિકાસ સબંધે દાખલા દલીલ અને અનુભવ સહીત વિષદ છણાવટ કરેલ અને ભારતીય પંચાયતીરાજની મહિલા પ્રતિનિધિએ ભારતના પંચાયતીરાજનો વૈશ્વીક કક્ષાએ ડંકો વગાડેલ. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્દેશ અને સુશાસનયી સંયુકત રાષ્ટ્રસંઘ દ્વારા પ્રથમ વખત આ કાર્યક્રમનું આયોજન કરાયેલ હતું. પંચાયતીરાજની વિવિધ રાજયની વીરાંગનીએ દેશના પંચાયતીરાજનો વૈશ્વીક સ્તરે ડંકો વગાડતા ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદના પ્રમુખ પરેશ દેસાઇ(નવસારી) અને મંત્રી ભરત ગાજીપરાએ આ મહિલા પ્રતિનિધિઓને અભિનંદન આપેલ છે તેમજ વ્યુહાત્મક ગોઠવણ તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે પંચાયતીરાજના મહિલા પ્રતિનિધિને પ્રેરીત અને પ્રોત્સાહિત કરનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યકત કરેલ હતો. સંયુકત રાષ્ટ્ર સંઘના ભારતના સ્થાયી મહિલા પ્રતિનિધિ રૂચિરા કાબોજ એ ભારતના પંચાયતીરાજ ઉપર પ્રકાશ પાડેલ તેમજ સચિવ પંચાયતીરાજ વિવેક ભારદ્રાજ દ્વારા ભારતની પંચાયતીરાજમાં મહિલા સશકિતકરણ દ્વારા વિકાસમાં મહત્વની ભૂમિકા મહિલા બજાવી રહેલ છે તેનો અહેવાલ આપેલ તેમ ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદના મંત્રી ભરત ગાજીપરા અખબારી યાદીમાં જણાવે છે.