દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શાંતિપૂર્ણ મતદાનનો પ્રારંભ

0

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ત્રીજા તબક્કામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં નાગરિકોને તેમનાં મતાધિકારનો ઉપયોગ કરી પોતાનો પવિત્ર મત આપી લોકશાહીના અવસરમાં ભાગીદાર થઈ રહ્યાં છે. જિલ્લામાં વહેલી સવારથી જ શાંતિપૂર્ણ મતદાનનો પ્રારંભ થયો છે અને લોકો મતદાન કેન્દ્રો ઉપર જઇ મતદાન કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ ૩,૦૭,૪૫૪ પુરુષ અને ૨,૯૨,૬૮૪ સ્ત્રી અને ૨૦ ત્રીજી જાતિના મળી ૬,૦૦,૧૫૮ મતદારો નોંધાયા છે. જ્યારે ૬૩૪ મતદાન મથકો છે તમામ મતદાન મથકો ઉપર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે.

error: Content is protected !!