જૂનાગઢના સાબલપુર જીઆઈડીસી-રમાં આવેલ ક્રિએટીંગ કાસ્ટિંગ લિમિટેડમાં આગ લાગી

0

ફાયર વિભાગના સ્ટાફ દ્વારા ૩૦,૦૦૦ લીટર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી

જૂનાગઢના સાબલપુર જીઆઇડીસી-૨ ક્રિએટીંગ કાસ્ટિંગ લિમિટેડમાં ગઈકાલે બપોરે ૧ઃ૩૮ કલાકે આગ લાગી હતી અને જેને લઈને દોડધામ મચી જવા પામી હતી. આ આગ લાગવાની જાણ થતા જ જૂનાગઢ ફાયર વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભારે જહેમત બાદ સાંજે ૫ઃ૫૧ કલાકે આગ ઉપર સંપૂર્ણ કંટ્રોલ મેળવી લીધેલ હતો. આ આગ ક્લાસ એ પ્રકારની ફાયર હતી. આ આગમાં કોઈ જાનહાની થયેલ નથી અને ફાયર શાખાની કુલ ત્રણ ગાડી એટલે કે ૩૦,૦૦૦ લિટરનો પાણીનો ઉપયોગ કરી આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવેલ હતો. પ્રાથમિક દ્રષ્ટિએ આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી પરંતુ ભંગાર, પૂઠા વગેરે પ્રકારનો સામાન બળી ગયેલ છે જે સ્ટોરેજ હતો. હાજર ફાયર વિભાગના સ્ટાફમાં મિતુલભાઈ મહેતા શિફ્ટ ઇન્ચાર્જ, મુળુભાઇ ભારાઈ ડ્રાઇવર, પરસોતમભાઈ ચૌહાણ ડ્રાઇવર તથા નરેશ કાઠી ફાયરમેન, રાહુલ વાસણ ફાયરમેન, રાહુલ રાજ્યગુરૂ ફાયરમેન, યુસુફખાન ફાયરમેન, ધ્રુવ કનાડા ફાયરમેન દ્વારા ખૂબ જ સતત ચાર કલાકથી વધુની મહેનત બાદ આગ ઉપર કંટ્રોલ મેળવી લેવાયેલ હતો. આ સમગ્ર કામગીરી ડિવિઝનલ ફાયર ઓફિસર યકીન શિવાનીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.

error: Content is protected !!