જૂનાગઢ જીલ્લાના વંથલી તાલુકાના રવની ગામની સીમમાં ગત શનિવારની રાતે પિતા-પુત્રની કરપીણ હત્યા કરવાના ગુનામાં પકડાયેલા સાત આરોપીઓ હાલ ચાર દિવસના પોલીસ રિમાન્ડ ઉપર છે ત્યારે પોલીસે આરોપીઓને સાથે રાખીને બનાવ સ્થળે રી-કન્સ્ટ્રકશન પંચનામું કરીને કપડા અને છુપાવેલો મોબાઈલ કબ્જે કર્યો હતો. આ કેસની તપાસ ચલાવી રહેલા જૂનાગઢ લોકલ ક્રાઈમ બ્રાંચના પીઆઈ જે.જે. પટેલ સહિતના સ્ટાફે આ ડબલ મર્ડરના મુખ્ય આરોપીઓને સાથે રાખીને રવની ગામની સીમમાં જયાં મર્ડરની ઘટના બનેલી હતી તે સ્થળે આરોપીઓને સાથે રાખીને બનાવનું રી-કન્સ્ટ્રકશન પંચનામું કર્યું હતું. તેમજ આરોપીના બનાવ વખતના કપડા અને આરોપી જુમ્મા હબીબ સાંધનાએ બનાવ બાદ પોતાનો છુપાવેલો મોબાઈલ કબ્જે કરીને ઉંડાણપુર્વકની તપાસ શરૂ કરી છે.